જૂની પેન્શન યોજના સહિતની માગ નહીં સંતોષાતા રેલ કર્મીઓમાં નિરાશા
બજેટમાં ૪૦૦ નવી વંદેમાતરમ ટ્રેન શરૂ કરવાની જાહેરાતને આવકાર
વડોદરા, રેલ કર્મચારીઓ અને કેન્દ્રીય કર્મચારીઓમાં જનરલ બજેટ ર૦રર-ર૦ર૩ની ઘોષણાને લઈને નિરાશા ફેલાઈ છે. ડો. એમ. રાઘવૈયા, મહામંત્રી- નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેન અને જાેઈન્ટ કન્સલ્ટેટીવ મશીનરી (નેશનલ કાઉન્સિલ)ના સ્ટાફ સાઈડ લીડર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ
અને રેલ કર્મચારીઓની મુખ્ય માગણીઓ અંગે આમ બજેટ પહેલા કરેલ રજૂઆત માંગણીઓમાંથી કોઈપણ માંગણી ન સ્વીકારતા રેલ કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ ફેલાયો છે તેમ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા જણાવાયુ છે.
મજદૂર સંઘે જણાવ્યું હતું કે બજેટની ઘોષણા કરવામાં આવી જેમાં ૪૦૦ નવી (વંદે માતરમ) ટ્રેનોની શરૂઆત થશે એ આવકારદાયક છે પરંતુ નવી પેન્શન યોજના હટાવી ખાતરીદાયક જૂની પેન્શન યોજનાને ફરી અમલી કરવા, કોરોના કાળ દરમિયાન કાર્યરત દેશની સેવા કરતા કરતા
કોરોનાના ઈન્ફેકશનથી મોતને ભેટેલ રેલ કર્મચારીઓના પરિજનોને એકસ-ગ્રેસિય પેમેન્ટ આપવા, કેન્દ્રીય કર્મચારીઓ માટે ઈન્કમ ટેકસ લીમીટ વધારીને ૧૦ લાખ કરવા, દરેક કેટેગરીના રેલ કર્મચારીઓના પગાર મર્યાદાને ધ્યાનમાં લીધા વિના નાઈટ ડયુટી એેલાઉન્સ પાછુ ચાલુ કરો રૂ.૪૩,૬૦૦/-ની મર્યાદા દૂર કરી દરેક કર્મચારીઓને રાત્રી ભથ્થું આપવા સહિતની માગણીઓ પૂરી નહી થતા અસંતોષ વ્યાપ્યો છે.