જૂનાગઢ નજીક મેંદરડા પાસે આવેલો પુલ ધરાશાયી
જૂનાગઢ, રાજયભરમાં અવિરત વરસાદના કારણે ઠેરઠેર રસ્તાઓનું ધોવાણ થતાં ભારે ઉહાપોહ મચેલો છે આ પરિસ્થિતિમાં જૂનાગઢ નજીક મેંદરડા પાસે આવેલો પુલ ધરાશાયી થતાં ૪ જેટલી કાર નીચે ખાબકી હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક નાગરિકો દોડી આવ્યા હતા બચાવ કામગીરી શરૂ કરી હતી તસ્વીરમાં ધરાશાયી થયેલો પુલ નજરે પડે છે.
જો કે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને તાત્કાલીક નજીકની હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા.