મારા મનમાં કરણ કુંદ્રા પ્રત્યે કોઈ વેરભાવ નથી: પ્રતીક
મુંબઇ, બિગ બોસ ૧૫ના સેકન્ડ રનર-અપ તરીકે જાહેર થયા બાદ, પ્રતીક સહજપાલને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. પ્રતીકે શોબિઝ જર્ની રિયાલિટી શો સાથે કરી હતી, જ્યાં કરણ કુંદ્રા તેનો મેન્ટર હતો. બિગ બોસ ૧૫ દરમિયાન બંને વચ્ચે ઘણી સમસ્યાઓ આવી હતી. વાતચીત કરતાં પ્રતીકે કરણ કુંદ્રા સાથેના તેના સંબંધો તેમજ શમિતા શેટ્ટી અને નિશાંત ભટ્ટ સાથેના બોન્ડિંગ વિશે વાત કરી હતી.
બિગ બોસ ૧૫ના ઘરમાં તારી અને કરણ કુંદ્રા વચ્ચે ઘણો વિવાદ થયો હતો. એક સમયે તે તારા પ્રત્યે કઠોર હોવાનું લાગતું હતું. તું તેની સાથેના સંબંધોનું વર્ણન કેવી રીતે કરીશ? પ્રામાણિકતાથી કહું તો, શો બાદ અમે એકબીજા સાથે વાત કરી નથી. મારા માટે તેના મગજ અને દિલમાં શું છે તેની મને ખબર નથી. પરંતુ મને વેરભાવ નથી. શોમાં ઘણી બધી બાબતો એવી બની હતી જેના કારણે મને દુઃખ થયું હતું.
જ્યારે મને ખરાબ લાગે ત્યારે હું તેના વિશે બોલી દેતો હતો. તે પહેલો સેલિબ્રિટી હતો, જેને હું જીવનમાં પહેલીવાર મળ્યો હતો. તેના પ્રત્યેનું સન્માન હંમેશા રહેશે. મેં કહ્યું તેમ, તેની વિરુદ્ધ મારા મનમાં કોઈ દ્વેષ નથી. તેના વિરુદ્ધમાં મારી પાસે કંઈ નથી. તે શું અનુભવે છે તે મને ખબર નથી. મારા પ્રત્યે પણ તેના મનમાં વેરભાવ નહીં હોય તેવી આશા રાખુ છું. કંઈ બદલાયું નથી અને ક્યારેય કંઈ બદલાવાનું નથી.
જ્યારે પણ નિશાંત અને મારા મંતવ્યો અલગ પડતા હતા ત્યારે અમે વાત કરતા હતા. અમે ઘણીવાર ઝઘડ્યા પણ હતા. પરંતુ હું જાણતો હતો કે દિવસના અંતે તે મારો મિત્ર છે. નિશાંત આજીવનનો મિત્ર છે અને ગમે તે થઈ જાય તે મારી સાથે રહેશે. જેમ ભાઈ-બહેન સાથે આપણે ઝઘડીએ છીએ તે અમારા પર પણ લાગુ પડે છે. બિગ બોસ ઓટીટી દરમિયાન શમિતા અને મારે એટલું નહોતું બનતું.
બિગ બોસ ૧૫ની શરૂઆતમાં પણ તેવી જ સ્થિતિ હતી. પરંતુ આટલા મહિના દરમિયાન, ધીમે-ધીમે અમે મિત્રો બન્યા. જ્યારે જરૂર પડી ત્યારે અમે એકબીજાની સાથે રહ્યા. શમિતા મારી મિત્ર બનશે તેવુ વિચાર્યું નહોતુ.SSS