Western Times News

Gujarati News

ક્લાસમેટ જાેડે લગ્ન કરવાના ચક્કરમાં યુવતીએ ૪.૫ લાખ રૂપિયા ગુમાવ્યા

અમદાવાદ, ઈન્ટરનેટ સાથે સંકળાયેલી સેવાઓનો ઉપયોગ વધ્યો છે તેની સાથે સાયબર ક્રાઈમના કેસ પણ વધી રહ્યા છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. બુધવારના રોજ સાબરમતી વિસ્તારની એક ૨૨ વર્ષીય સિવિલ એન્જિનિયર યુવતીએ સાયબરક્રાઈમ પોલીસ(Cyber Crime Police)ને આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

યુવતીની ફરિયાદ અનુસાર, પોતાના મનગમતા યુવક સાથે લગ્ન કરવાની ચાહના ચક્કરમાં પહેલા તેણે છેતરપિંડીનો સામનો કરવો પડ્યો. પહેલા એક જ્યોતિષે અને પછી એક એડવોકેટે તેના પૈસા હડપી લીધી. મહિલાના ૪.૫ લાખ રુપિયાનું નુકસાન થયું છે.

સાબરમતી વિસ્તારમાં આવેલી હર્ષનગર સોસાયટીમાં રહેતી નિધી પ્રજાપતિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦માં જ્યારે તે ગાંધીનગરના ભાટ ગામમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના ક્લાસમાં એક પાર્થ કાપડિયા નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો.

નિધીને પાર્થ પસંદ આવી ગયો હતો. નિધી જણાવે છે કે, મને ડર હતો કે જાે હું આગળ વધીને પાર્થને લગ્ન માટે પ્રપોઝ કરીશ તો કદાચ તે મને રિજેક્ટ કરી દેશે. માટે મેં એક જ્યોતિષની મદદ લેવાનો ર્નિણય લીધો. ઉલ્લેખનીય છે કે નિધી અત્યારે શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, મેં ગૂગલ પર આ વિષે સર્ચ કર્યું અને મને જયપુરના જ્યોતિષ કિશન અધિકારી વિષે ખબર પડી.

મેં જ્યોતિષને કહ્યું કે હું પાર્થ સાથે લગ્ન કરવા માંગુ છું. તેમણે મારી પાસેથી પૂજા કરવા માટે ૧૪,૦૦૦ રુપિયાની માંગ કરી. તેમણે મને કહ્યું કે જાે હું આ પૂજા નહીં કરુ તો જીવનમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નિધીએ ૧૪૦૦૦ રુપિયા આપ્યા અને પછી જ્યોતિષ ગાયબ થઈ ગયા.

તેમનો કોઈ સંપર્ક જ નહોતો થઈ શકતો. નિધીને જ્યારે ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તેણે એડવોકેટની મદદ લીધી જેથી જ્યોતિષ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય. ફરિયાદી યુવતી જણાવે છે કે, એડવોકેટ પાર્થ પારધિ રાજપીપળાના છે.

તેમણે મારી પાસેથી જ્યોતિષ સામે ફરિયાદ નોંધાવવા માટે ૩૧,૦૦ રુપિયા લીધા. તેમણે મને કહ્યું કે હું આ કેસને એવી રીતે હેન્ડલ કરીશ કે પોલીસ તારા ઘર સુધી નહીં આવે અને સમાજમાં તારે નીચું જાેવાનો વારો નહીં આવે. પરંતુ આ માટે વધારે પૈસા જાેઈશે. ત્યારપછી મેં તેમને ૪.૩૧ લાખ રુપિયા આપ્યા. અને તેમણે મને બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.