Western Times News

Gujarati News

પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો

જામનગર, જામનગર શહેરમાં વેપારી ફુવાના ઘરેથી ભત્રીજાએ ૩૨.૫૦ લાખની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં એલસીબીએ ફરિયાદના એક જ દિવસમાં ચોરીનો ભેદ ઉકેલી રોકડ-દાગીના અને બાઈક સહિત ૩૩.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં પિત્તળના કારખાનાના માલિક નિલેશ દોમડિયા પોતાના ઘરમાંથી દાગીના, રોકડ અને મોબાઈલ ફોન જેવી કિંમતી ચીજવસ્તુઓ કેવી રીતે ગાયબ થઈ ગઈ હોવાથી હેરાન થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે જાસ્મિન વિરાણી (૨૮) હતો જે દોમડિયાના દૂરના સંબંધી હતો તેણે ઘરની ચાવીઓનો ઉપયોગ કરીને ગયા વર્ષે ઓગસ્ટથી ૩૧ જાન્યુઆરીની વચ્ચે કટકે-કટકે ઘરમાંથી રૂ. ૩૨.૩૦ લાખની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનાનો ભેદ ઉકેલતા વિરાણીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરી કરેલ રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દોમડીયા દરેડ GIDCમાં કારખાનું ધરાવે છે અને જામનગરના શિવમ પાર્કમાં રહે છે. તેમણે થોડા દિવસો પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરમાંથી રોકડ અને કીમતી ચીજવસ્તુઓ ગુમ થઈ ગઈ હતી પરંતુ ચોરીના કોઈ ચિહ્નો મળ્યા નથી. તેમણે પોલીસને એવી પણ જાણ કરી હતી કે તેમણે છ મહિના પહેલા ઘરની ચાવીઓ ગુમાવી હતી, ત્યારે પોલીસે જણાવ્યું કે, વિરાણીએ જ ચાવીઓ ચોરી હતી.

ગયા વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ જ્યારે પરિવાર તેમની ફેક્ટરીમાં એક સમારંભ માટે ગયો હતો ત્યારે ઘરમાંથી બે સોનાની ચેન, એક બ્રેસલેટ અને એક વીંટી ગુમ થઈ ગઈ હતી. દોમડિયાએ વિચાર્યું કે દાગીના કદાચ ખોટી જગ્યાએ મૂકવામાં આવ્યા હશે.

પરંતુ ફરીથી ૫ નવેમ્બર ૨૦૨૧ ના રોજ પરિવાર દિવાળીની રજાઓમાં તેમના વતન ગયો હતો. તે દરમિયાન બંધ મકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી.

આ ઉપરાંત ૩૧ જાન્યુઆરીના રોજ પરિવાર જમવા ગયો હતો અને પરત ફર્યા ત્યારે ખબર પડી કે ઘરમાં એક કબાટમાં રાખેલી ૩૦ લાખ રૂપિયાની રોકડ ગાયબ હતી.

આ વખતે દોમડીયાએ જામનગરના સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા વિરાણી તે બધા દિવસોમાં જ્યારે પરિવાર બહાર હતો ત્યારે દોમડિયાની સોસાયટીની મુલાકાત લેતા જણાયો હતો. પોલીસે વિરાણીની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે ઘરની ચાવીનો ઉપયોગ કરીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.