Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના નવા ૬૦૯૭ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસ હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૬૦૯૭ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૨,૧૦૫ દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ ૧૧,૨૩,૪૯૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીને ૯૪.૨૮ ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ ૨,૩૪,૩૫૦ રસીના ડોઝ અપાયા હતા.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૫૭૫૨૧ કેસ છે. જે પૈકી ૨૪૮ વેન્ટીલેટર પર છે. ૫૭૨૭૩ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૨૩૪૯૯ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૬૧૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૩૫ નાગરિકોનાં મોત થયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૮ને પ્રથમ, ૪૪૦ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૧૦૫ ને પ્રથમ અને ૧૨૧૮૦ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૨૬૫૩ ને પ્રથમ અને ૫૨૭૨૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના તરૂણો પૈકી ૧૩૪૪૮ ને પ્રથમ અને ૯૧૩૦૩ ને રસીનો બીડો ડોઝ અને ૩૫૪૭૮ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨,૩૪,૩૫૦ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૯૨,૭૭,૪૬૧ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.