Western Times News

Gujarati News

સવારે ઉંઘમાંથી ઉઠીએ ત્યારે મોઢામાંથી દુર્ગધ કેમ આવે છે ?

સુઈને સવારે ઉઠીએ ત્યારે સૌ કોઈના મોઢામાંથી કોઈને કોઈ પ્રકારની વિચીત્ર ગંધ આવે છે. રાત્રે સુતી વખતે તો આવું ન હતું તો પછી સવારે ઉઠીને કેમ ? વાત એમ છે કે આપણા મોઢામાં હંમેશા કોઈ બેકટેરીયા રહે છે. રાત્રે જયારે આપણી લાળવાળી ગ્રંથીઓ ઓછી માત્રામાં લાળ કાઢે છે. તેને કારણે મોઢું થોડું સુકાઈ જાય છે.

આ સંજાેગોમાં મોઢાના કેટલાક બેકટેરીયા ખૂબ વધી જાય છે. આ ખાસ બેકટેરીયા સલ્ફર ધરાવતાં પદાર્થોનું ઉત્સર્જન કરે છે. અને તેને કારણે મોઢામાં દુર્ગધ આવે છે. વાસ્તવમાં બેકટેરીયાને એમીનો એસીડ અને પ્રોટીનના પાચનમાંથી ઉર્જા મળે છે. કેટલાક એમીનો એસીડમાં સલ્ફર જાેવા મળે છે.

જે બેકટેરીયા દ્વારા ઉપયોગ કરાય બાદ મુકત થઈ જાય છે. બેકટેરીયાની આ પાચન પ્રક્રિયામાં સલ્ફર ઉપરાંત કેટલાંક દુર્ગધપણે ગેસ પણ નીકળે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શ્વાસની દુર્ગધમાં ઘણી ચીજાેનું મિશ્રણ હોય છે. તેમાં કેડાવરીન લાશની ગંધ હાઈડ્રોજન સલ્ફાઈડ સડેલા ઈડાંની ગંધ આઈસૌવેલીરક એસીડ પરસેવાવાળા પગની ગંધ મીથાઈલ મેકાપ્ટેન મળની ગંધ પટ્રીસાઈટન ગળેલા માંસની ગંધ અને ટ્રાઈ મીથાઈલ એમીન સડેલી માછલી જેવી ગંધ નો સમાવેશ થાય છે

રાત્રે સુતા પહેલાં બ્રશ કરવાથી અને જીભને સાફ કરવાથી બીજા દિવસે સવારે શ્વાસની દુર્ગધમાં ઘટાડો કરી શકાય છે. પરંતુ મોઢાના બેકટેરીયા રાત્રે જયારે બંધ મોઢામાં ભેજ મેળવે છે. ત્યારે ઝડપથી પોતાની સંખ્યા વધારે છે. અને ૬૦૦ થી પણ વધારે કંમ્પાઉન્ડ બનાવે છે. ઘણા લોકો માઉથવોશનો પણ ઉપયોગ કરે છે. પરંતુ તે પણ થોડા સમય બાદ બેઅસર થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.