Western Times News

Gujarati News

લોકરક્ષકની લેખિત પરીક્ષા તારીખ ૧૦ એપ્રિલે લેવાશે

File

અમદાવાદ, લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષાને લઈને મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. જેમાં લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટિ્‌વટ કરીને મહત્વની જાણકારી આપી છે. હસમુખ પટેલે ટિ્‌વટ કરીને જણાવ્યું કે લોકરક્ષકની લેખિત પરીક્ષા તારીખ ૧૦ એપ્રિલ, રવિવારના રોજ લેવામાં આવશે. અહીં નોંધનીય છે કે ગુજરાતમાં હાલ ઁજીૈં અને ન્ઇડ્ઢની ભરતી ચાલી રહી છે.

જેની શારીરિક કસોટી હાલ તારીખ ૨૯મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. ત્યારે હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ લેખિત પરીક્ષા માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ન્ઇડ્ઢની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ ૧૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ યોજાશે. ન્ઇડ્ઢ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટિ્‌વટ કરીને આ જાણકારી આપી હતી.

અહીં નોંધનીય છે કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ નોકરીમાં ઓળખાણ અને પૈસાના જાેરે નોકરી અપાવવાની લાલચ આપતા તત્વોથી સાવધાન રહેવા અપીલ કરી છે. પોલીસ ભરતી માટે જાે કોઈ નોકરી અપાવવાની લાલચ આપે અને બદલામાં પૈસાની માગણી કરે તો આવા લોકોની વાતનું રેકોર્ડિંગ આપવા પણ જણાવ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન તારીખ ૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર)ના રોજ કરવામાં આવશે. પરીક્ષાને સંબંધિત વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જાેતા રહેવી જરૂરી છે.

ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક તથા એસઆરપીએફ કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની અંતિમ તારીખ ૯ નવેમ્બરે પૂરી થઈ હતી.

ભરતી માટે કુલ ૧૨ લાખ જેટલી અરજીઓ આવી હતી જેમાંથી ૯.૪૬ લાખ અરજીઓ કન્ફર્મ થઈ હતી. લોકરક્ષક દળની ભરતીના ચેરમેન હસમુખ પટેલે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, લોકરક્ષક માટે ૬,૯૨,૧૯૦ પુરૂષ અને ૨,૫૪,૩૩૮ મહિલા ઉમેદવારો મળીને કુલ ૯,૪૬,૫૨૮ અરજી કન્ફર્મ થઈ છે. છેલ્લા દિવસે ૮૬,૧૮૮ અરજીઓ મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.