Western Times News

Gujarati News

યુપીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સૌથી ધનિક ઉમેદવારની સંપત્તિ ૧૪૮ કરોડ રૂપિયાથી વધુ છે

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પોતાનું નસીબ અજમાવનાર ઉમેદવારોમાં સૌથી ધનિક ઉમેદવારની સંપત્તિ ૧૪૮ કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે બે ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે.

ચૂંટણી સુધારણાની તરફેણ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર રિપોર્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. છડ્ઢઇ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આર્થિક રીતે સૌથી નબળા ત્રણ ઉમેદવારોમાંથી એકે શૂન્ય સંપત્તિ જાહેર કરી છે, જ્યારે બીજા ઉમેદવાર પાસે એક હજાર રૂપિયા અને ત્રીજા ઉમેદવારની પાસે દસ હજાર રૂપિયા છે.

એડીઆરના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રથમ તબક્કામાં લડતા ઉમેદવાર દીઠ સરેરાશ સંપત્તિ રૂ. ૩.૭૨ કરોડ છે. એડીઆરએ ઉમેદવારોના એફિડેવિટના વિશ્લેષણના આધારે આ માહિતી આપી છે. છડ્ઢઇ દ્વારા વિશ્લેષણ કરાયેલ ૨૮ એસપી ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૩.૨૩ કરોડ છે, જ્યારે ભાજપના ૫૭ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૨.૦૧ કરોડ છે.

ત્યાં જ ૨૯ આરએલડી ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૮.૩૨ કરોડ રૂપિયા છે, જ્યારે ૫૬ બીએસપી ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૭.૭૧ કરોડ રૂપિયા છે. કોંગ્રેસના ૫૮ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૩.૦૮ કરોડ છે, જ્યારે આમ આદમી પાર્ટીના ૫૨ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૧.૨૩ કરોડ રૂપિયા છે.

ટોચના ત્રણ આર્થિક રીતે મજબૂત ઉમેદવારોમાં ભાજપ (મથુરા છાવણી)ના અમિત અગ્રવાલે રૂ. ૧૪૮ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે, ત્યારબાદ બીએસપી (મથુરા)ના એસકે શર્મા રૂ. ૧૧૨ કરોડ સાથે અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાહુલ યાદવ (સિકંદરાબાદ) ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

જણાવી દઈએ કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લાઓની ૫૮ વિધાનસભા સીટ પર પહેલા તબક્કામાં ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, જેમાં અપક્ષ સહિત ૬૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રથમ તબક્કામાં પોતાનું નસીબ અજમાવનાર બે ઉમેદવારોએ શૂન્ય સંપત્તિ જાહેર કરી છે.

આ ઉમેદવારો છે બહુજન મુક્તિ પાર્ટીના કૈલાશ કુમાર, જેમણે અલીગઢના અત્રૌલીથી ઉમેદવારી નોંધાવી છે અને રાષ્ટ્ર નિર્માણ પાર્ટીના કેએમ પ્રીતિ, જેઓ મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી ઓછી જાહેર કરેલી સંપત્તિ ધરાવતા ત્રણ ઉમેદવારો અપક્ષ શિવ ચરણ લાલ (એતમાદપુર) છે, જેમની પાસે માત્ર ૧,૦૦૦ રૂપિયાની સંપત્તિ છે અને આંબેડકર હસનુરામ (ખેરાગઢ બેઠક) રૂપિયા ૧,૧૦૦ છે.

એડીઆર અનુસાર, ભારતીય મજદૂર જનતા પાર્ટીના ઉમેદવાર નીલે ૧૦,૦૦૦ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. નીલ આગ્રા નોર્થથી ચૂંટણી લડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઉમેદવારોમાંથી ૨૬૧ (અથવા ૪૨ ટકા) એ તેમની એફિડેવિટમાં દેવાની વિગતો આપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.