Western Times News

Gujarati News

મુંબઈમાં ટ્રાફિકના કારણે ૩ ટકા છૂટાછેડા થાય છે: અમૃતા ફડણવીસ

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે દાવો કર્યો છે કે મુંબઈમાં થઈ રહેલા છૂટાછેડા પાછળ ટ્રાફિકની ભીડ એક મુખ્ય કારણ છે.

તેઓ કહે છે કે ટ્રાફિકના કારણે લોકો પરિવારને સમય નથી આપી શકતા અને છૂટાછેડા થઈ જાય છે. તેણે મુંબઈમાં ત્રણ ટકા છૂટાછેડા થવા પાછળ ટ્રાફિકને કારણ ગણાવ્યું હતું. અમૃતા ફડણવીસ શુક્રવારે રાજ્ય-ભાજપના જૈન વિભાગના ‘કેન્સર મુક્ત મહારાષ્ટ્ર અભિયાન’નું ઉદ્‌ઘાટન કરવા પહોંચ્યા હતા.

અહીં અમૃતા ફડણવીસે કહ્યું, એક સામાન્ય નાગરિક તરીકે હું કહું છું કે મુંબઈમાં ટ્રાફિકની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રોડ પર વિવિધ સ્થળોએ ખાડા અને ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિકના કારણે લોકો પોતાના પરિવારને સમય આપી શકતા નથી.

મુંબઈમાં ટ્રાફિકના કારણે ત્રણ ટકા છૂટાછેડા થઈ રહ્યા છે. અમૃતાના નિવેદન પર મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે આ દલીલ હાસ્યાસ્પદ છે.

તેઓએ આ ડેટા કેવી રીતે કાઢ્યો, તે સમજની બહાર છે. તેમના આ નિવેદન પર મુંબઈકરોને હસવું કે રડવું એ સમજાતું નથી. તેના પર અમૃતાએ કહ્યું છે કે તે હવામાં વાત નથી કરી રહી, પરંતુ એક સર્વે એજન્સી પાસેથી મળેલા ડેટાના આધારે આ વાત કહી રહી છે.

અમૃતા ફડણવીસ બેંકિંગ સેક્ટરમાં કામ કરે છે, જાે કે તેમની ગાયકી અને ફિલ્મના શોખ વિશે ચર્ચા થાય છે. તેને ગાવાનો અને કવિતાનો શોખ છે, તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. અમૃતાના ઘણા ગીતો પણ રિલીઝ થયા છે. તેણે મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. તેણે ગાયક બી પ્રાક સાથે બોડીગાર્ડના ગીત ‘તેરી મેરી પ્રેમ કહાની’ની રીમેક પણ ગાયું હતું, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.