કોરોના સહાય માટે રાજ્યોને નોડલ ઓફિસર નીમવા સુપ્રીમનો આદેશ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના મૃતકોના પરિવારને સહાયની ચુકવણીમાં રાજ્ય કાનૂની સેવા ઓથોરિટીના સભ્ય સેક્રેટરી સાથે સંકલન સાધવા વિશેષ નોડલ ઓફિસરની નિમણુક કરવા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે. કોર્ટે સંબંધિત જીન્જીછને નામ, સરનામુ અને ડેથ સર્ટિફિકેટ જેવી સંપૂર્ણ વિગતો એક સપ્તાહમાં આપવા માટે રાજ્ય સરકારોને શુક્રવારે આદેશ આપ્યો છે.
કોર્ટે ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેકનિકલ મુદ્દાને આધારે વળતરની અરજીઓને ફગાવી દેવી જાેઇએ નહીં અને જાે કોઇ ટેકનિકલ ખામી હોય તો સંબંધિત રાજ્યોએ તેમાં સુધારો કરવાની તક આપવી જાેઇએ, કારણ કે કલ્યાણકારી રાજ્યનો અંતિમ ઉદ્દેશ પીડિતોને સાંત્વના અને સહાય આપવાનો છે. રાજ્યોએ સહાય માટેની અરજી મળ્યાના વધુમાં વધુ ૧૦ દિવસમાં પીડિતોને સહાય ચુકવવાના તમામ પ્રયાસો કરવા જાેઇએ.
કોર્ટે જણાવ્યું હતું કે કોરોના મૃતકો અને કેટલાં લોકોને સહાય આપવામાં આવી છે તેની સંપૂર્ણ વિગતો આપવાનો તમામ રાજય સરકારોને અગાઉ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં એવું લાગે છે કે મોટાભાગના રાજ્યો માત્ર આંકડો આપે છે અને સંપૂર્ણ વિગતો આપતા નથી.
કોર્ટે જણાવ્યું હતું કે કાનૂની સેવા ઓથોરિટીનો પ્રયાસ હજુ સુધી કોઇપણ કારણોસર સંપર્ક થયો નથી તેવા પીડિતોનો સંપર્ક કરવાનો છે. આ નોડલ અધિકારી ચીફ મિનિસ્ટર સેક્રેરીયેટમાં ડેપ્યુટી સેક્રેટરીથી ઉતરતી રેન્કનો હોવો જાેઇએ નહીં.
આ અધિકારી રાજ્ય કાનૂની સેવા ઓથોરિટીના મેમ્બર સેક્રેટરીના સતત સંપર્કમાં રહેશે, જેથી તેઓ સંકલન કરી શકે અને સુનિશ્ચિત કરી શકે છે પાત્રતા ધરાવતા તમામ લોકોની સહાય માટેની અરજી મળે.સહાયની ઓફલાઇન અરજીને ફગાવી દેવા બદલ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે જણાવ્યું હતું કે ઓફલાઇન ધોરણે કરવામાં આવેલી એકપણ અરજીને રિજેક્ટ ન કરવી, તમે કોઇ ધર્માદો કરી રહ્યાં નથી. એક કલ્યાણકારી રાજ્ય તરીકે તમારી આ ફરજ છે.HS