Western Times News

Gujarati News

શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્‌સ કોલેજમાં ગ્રંથ શિરોમણી “શિક્ષાપત્રી”ની ૧૯૬ મી જ્યંતિ ઉજવાઈ

(પ્રતિનિધિ) ગોધરા, શિક્ષાપત્રી એટલેપ શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્‌ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર. સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૯૬ વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી. જેમાં ૩૬૫ શાસ્ત્રોનો સાર રહ્યો છે. શિક્ષાપત્રી શ્રીજીમહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે. પરંતુ સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે. જાે આજે સમાજમાં શિક્ષાપત્રીનો અમલ થાય તો સમાજની દરેક સમસ્યાનો નિકાલ આપોઆપ થઇ જાય. તમામ સદ્‌ગંથોનો અર્ક એવી આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની શાન વધારે છે.

સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ‘શિક્ષાપત્રી લખવાનું કારણ તે સર્વે એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી સર્વના જીવને હિતની કરનારી છે અને મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે અને જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષએ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્‌ચય પામશે.

શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ આપેલ છે કે જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહી વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બાહેર છે.શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં ૧૯૬ વર્ષ પહેલાં મહા સુદ પંચમીના રોજ સંવત ૧૮૮૨ માં કરી હતી. શિક્ષાપત્રીમાં અંજન શલાકા સ્વરૂપ કુલ-૨૧૨ શ્લોક છે.

શિક્ષાપત્રી એટલે પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપતી માર્ગદર્શિકા. જે શ્લોકો ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, હેલ્થ મેનેજમેન્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટ,ડાયટ મેનેજમેન્ટ, લગતી દરેક વાતો ટૂંકમાં પણ સચોટ રીતે શીખવી છે. જે કોઈ વ્યક્તિ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે જ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.