યુરોપમાં ખતમ થઈ રહ્યુ છે કોરોના વાયરસનુ સંક્રમણ, જલ્દી મળશે આ મહામારીથી રાહત: WHO

જીનિવા, યુરોપીય દેશોમાં કોરોના વાયરસ મહામારી પોતાના અંતિમ તબક્કામાં આવી ગઈ છે. WHOના યુરોપ કાર્યાલયના ડાયરેક્ટરે આ જાણકારી આપી. તેમનુ કહેવુ છે કે યુરોપ હવે કોરોના મહામારી સામે નિર્ણાયક જંગ જીતવાની નજીક પહોંચી રહ્યો છે. આ વાયરસથી થનારા મોતનો ગ્રાફ હવે ઘણો ઓછો થઈ રહ્યો છે.
WHOના યુરોપ ઓફિસના ડાયરેક્ટરે કહ્યુ, યુરોપીય દેશોની નજીક એકમાત્ર એવો અવસર છે અને ત્રણ એવા કારક છે, જેના કારણે કોરોના મહામારી સામે નિર્ણાયક જીત મેળવી શકાય છે. જો તમામ પગલા ઉઠાવવામાં આવે તો કોવિડ મહામારીને નિયંત્રિત કરી શકાય છે. તેમણે કહ્યુ, પહેલુ કારક છે, વેક્સિનેશનના કારણે કે લોકોના સંક્રમિત થવાના કારણે ઘણા વધારે લોકોમાં ઈમ્યુનિટી આવવી.
બીજુ ફેક્ટર છે, ગરમીના મોસમમાં વાયરસના સંક્રમણ ફેલાવવાની ક્ષમતામાં ઘટાડો આવવો. ત્રીજુ ફેક્ટર છે ઓમિક્રોન વેરિઅન્ટના કારણે લોકોનુ ઓછુ ગંભીર બીમાર પડવુ.
યુરોપીય દેશોમાં આવનાર અઠવાડિયામાં ઠંડી ઓછી થવાની છે. ધીરે-ધીરે ગરમીનો મોસમ શરૂ થવાનો છે. યુરોપના મોટાભાગના વિસ્તારમાં આગામી અઠવાડિયામાં ઠંડી ઓછી થઈ શકે છે. WHO ના યુરોપના ડાયરેક્ટરે કહ્યુ, આગામી કેટલાક મહિનામાં આપણને કોવિડ મહામારીથી એક બ્રેક મળી શકે છે.
લાંબા સમયગાળા દરમિયાન કોવિડ મહામારીનો ફરીથી પ્રસાર જોવાની સંભાવના ઘણી ઓછી રહેવાની છે. કેમ કે ઘણી મોટી વસતીમાં કોવિડ મહામારીની સામે પ્રતિરક્ષા આવી ગઈ છે. જો વધુ એક વેરિઅન્ટ પણ સામે આવે છે તો પણ તેનો પ્રભાવ યુરોપીય દેશો પર ઓછો થશે, પરંતુ તે માટે જરૂરી શરત એ છે કે યુદ્ધ વિરામના આ સમયમાં આપણે ઘણુ ઝડપથી રસીકરણને આગળ વધારીએ.