કાનપુરઃ સોનાની દુકાનમાં આઈટીની રેડ, કરોડો રુપિયાની બેહિસાબી રોકડ મળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/income-tax.jpg)
નવી દિલ્હી, ચૂંટણી પહેલા યુપીના અલગ-અલગ જિલ્લામાં દરોડાનો સિલસિલો ચાલી રહ્યો છે. કન્નૌજમાં અત્તરના વેપારી, આગ્રામાં ચંપ્પલના વેપારી અને નોઈડામાં પૂર્વ આઈપીએસના ત્યાં દરોડા બાદ હવે કાનપુરમાં સોના-ચાંદીના મશહૂર જ્વેલર્સના ત્યાં ઈનકમ ટેક્સની ટીમ 24 કલાકથી તપાસ કરી રહી છે. ટીમને કરોડોની રોકડ મળી છે પરંતુ જ્વેલર્સ આનો હિસાબ આપી રહ્યા નથી કે કેશ ક્યાંથી આવ્યા.
કાનપુરના સર્રાફા વેપારી રાજેન્દ્ર અગ્રવાલના સ્વરૂપ નગર અને સિવિલ લાઈન સ્થિત ઘર અને બિરહાના રોડ સ્થિત સોના-ચાંદી નામથી મશહૂર શોરૂમ પર એક ઈનકમ ટેક્સના અધિકારી દરોડા પાડવા પહોંચ્યા. અહીં છેલ્લા 24 કલાકથી ઈનકમ ટેક્સની ટીમ દરોડા પાડી રહી છે. આ દરમિયાન ઈનકમ ટેક્સ વિભાગની ટીમને કરોડોની અઘોષિત રોકડ મળી છે. જેની પર પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર રાજેન્દ્ર અગ્રવાલ આ રોકડ વિશે યોગ્ય જવાબ આપી રહ્યા નથી.