Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં જો આપની સરકાર બની તો મળશે ૨૪ કલાક વીજળી અને બેરોજગારોને રોજગારઃ કેજરીવાલ

દહેરાદુન, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના બે દિવસના પ્રવાસ પર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ભલે ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષોએ રાજ્યને લૂંટ્યું છે. જેથી રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ભ્રષ્ટાચાર ખતમ કરશે.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં વીજળી મોટો મુદ્દો છે અને સરકાર બન્યા પછી રાજ્યની જનતાને ૨૪ કલાક વીજળી આપવામાં આવશે. જ્યારે હરિદ્વારમાં અરવિંદ કેજરીવાલે હિંદુ કાર્ડ પણ રમ્યું અને પૂર્વ સૈનિકોને આકર્ષવા માટે સરકારી નોકરીઓનો વાયદો પણ કર્યો. તેમણે જણાવ્યું કે રાજ્ય પર ૬૦ હજાર કરોડનું દેવુ છે અને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સરકારે કોઈ વિકાસ નથી કર્યો.

કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં શિક્ષણનું સ્તર વધ્યું છે અને આ વર્ષે ૨.૫ લાખ બાળકોએ ખાનગી શાળાઓમાંથી નામ કપાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા વીસ વર્ષમાં કોંગ્રેસ અને ભાજપે રાજ્ય માટે શું કર્યું છે.

કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં છેલ્લા સાત વર્ષથી છછઁની સરકાર છે અને ત્યાં વિકાસ થયો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય પર ૬૦ હજાર કરોડનું દેવું છે અને આ પૈસાથી બંને પક્ષો એટલે કે કોંગ્રેસ અને ભાજપે શું કર્યું છે. રાજ્યમાં છેલ્લા વીસ વર્ષમાં શાળાઓ, હોસ્પિટલો અને રસ્તાઓ બન્યા છે કે કેમ. રાજ્યની જનતા પાસે આમ આદમી પાર્ટીને પસંદ કરવાનો વિકલ્પ છે.

હિન્દુ કાર્ડ રમતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે રાજ્યમાં આપઁની સરકાર બન્યા બાદ રાજ્યને હિન્દુઓની આંતરરાષ્ટ્રીય રાજધાની બનાવવામાં આવશે.

રાજ્યમાં સરકાર બન્યા બાદ રાજ્યની જનતાને તીર્થયાત્રા કરાવવામાં આવશે. દિલ્હીમાં, AAP સરકાર વૃદ્ધો માટે તીર્થયાત્રાઓ કરાવી રહી છે અને તે જ તર્જ પર રાજ્યમાં પણ વૃદ્ધો માટે યાત્રા કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે મુસ્લિમોને અજમેર શરીફ અને શીખોને અમૃતસર અને અન્ય તીર્થસ્થળોની યાત્રા કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસનનો વિકાસ કરવામાં આવશે. જેથી રાજ્યમાંથી સ્થળાંતર ઓછું થાય. આજે રાજ્યમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારીની છે અને આપઁની સરકાર બન્યા બાદ બેરોજગારી દૂર થશે.

ભૂતપૂર્વ સૈનિકોને આકર્ષવા માટે કેજરીવાલે જણાવ્યું કે રાજ્યમાં આપ સરકાર બન્યા પછી, ભૂતપૂર્વ સૈનિકોને સરકારી નોકરીઓ આપવામાં આવશે. રાજ્યમાં લાખો ભૂતપૂર્વ સૈનિકો છે અને તેઓને નિવૃત્તિ પછી નોકરી મળતી નથી અને ખાનગી કંપનીઓમાં નોકરી કરવી પડે છે.

તેથી ભૂતપૂર્વ સૈનિકો અને અર્ધલશ્કરી દળના જવાનોને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓ આપવામાં આવશે. કેજરીવાલે ઉત્તરાખંડની જનતાને આપેલા વચનોમાં રાજ્યમાં સરકાર બન્યા પછી ભ્રષ્ટાચાર ખતમ કરી દેશે, અમે દિલ્હીમાં પણ ભ્રષ્ટાચાર ખતમ કરી દીધુ.,ઉત્તરાખંડની શાળાઓનો વિકાસ કરવામાં આવશે રાજ્યમાં નિવૃત્ત સૈનિકોને સરકારી નોકરી આપવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.