સુરતમાં ઓનલાઈન ક્લાસમાં ધો.૬ ના વિદ્યાર્થીએ પોર્ન વિડીયો ચાલુ કરી દીધો!?
સુરત, સુરતની એક સ્કુલમાં ઓનલાઈન એજ્યુકેશન દરમ્યાન જ ધોરણ ૬માં ભણતા વિદ્યાર્થીએ સ્ક્રીન પર પોર્ન વિડીયો ચાલુ કરી દેતા સ્તબ્ધ શિક્ષિકાએ ઓનલાઈન ક્લાસ બંધ કરીને વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા. જાે કે વિદ્યાર્થીના ભાવિને જાેઈને કોઈ ફરીયાદ કરી નહોતી. પરંતુ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
કોરોના વાયરસના કહેરને જાેતાં ધોરણ ૧ થી ૯માં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરી ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરાયુ છે. ઓન લાઈન ક્લાસ કે ભણાવવાનું એક રીતે સારૂ જ છે પણ સિક્કાની બે બાજુ હોય એમ ખરાબ પણ છે. લોકમુખે કહેવાય છે કે જ્યારથી ઓનલાઈન શિક્ષણ શરૂ થયુ છે
ત્યારથી વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ આવી જતાં વિદ્યાર્થીઓ અવળે માર્ગે વધારે ચઢી ગયા છે. અને મોબાઈલની લત્તે ચડી ગયા છે. અને મોબાઈલમાં તો જે માંગો એ જાેવા મળતુ હોવાથી વિદ્યાર્થીઓને અવળી અસર થઈ રહી છે.
આવો જ એક બનાવ સુરતમાં આનલાઈન શિક્ષણ દરમ્યાન બનવા પામ્યો છે. સુરતના પાર્લે પોઈન્ટની એક સ્કુલમાં આવો જ એક આઘાતજનક ઘટના સામે આવી છે. મહિલા ટીચરે ધોરણ ૬ મા ઓનલાઈન અભ્યાસ ચાલુ કર્યો હતો. અને ત્યાં એક વિદ્યાર્થીએે એકાએક સ્ક્રીન પર શેર કરીને પોર્ન વિડીયો શરૂ કરી દીધો હતો.
પોર્ન વિડીયોનમાં અશ્લિલ હરકતોને જાેઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો એેક સમયે તો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. એક તબક્કે તો શું કરવુ અને શું ન કરવુ ? એવી દ્વિધા ઉભી થઈ ગઈ હતી. જાે કે સ્થિતિને પારખી ગયેલા ટીચરે તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધુ હતુ. ત્યારબાદ વિદ્યાર્થીઓથી માંડી શિક્ષકો અને વાલીઓમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
જાે કે આ મામલે પ્રિન્સીપાલને જાણ થતાં જ તેમણે વિદ્યાર્થી અને તેના વાલીને સકુલે બોલાવ્યા હતા. જ્યાં વાલીઅી પ્રિન્સીપાલ અને શિક્ષકની માફી પણ માંગી હતી. જેથી સ્કુલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીના ભાવિને ધ્યાનમાં રાખીને કાયદેસરની કોઈપણ કાર્યવાહી કરી નહોતી.