Western Times News

Gujarati News

કોરોના ટેસ્ટના નામે ખાનગી લેબોરેટરીઓ ભારતીયોને લુંટી રહી હોવાનો NGOનો આરોપ

શંકાસ્પદ લેબમાં કોરોના ટેસ્ટ પાછળ ભારતીયોએ બે વર્ષમાં રૂા.૭૪૦૦૦ કરોડ ખર્ચયા

(એજન્સી) નવીદિલ્હી, કોરોના વાઈરસ મહામારીના છેલ્લા બે વર્ષમાં ભારતીયોએ શંકાસ્પદ ખાનગી પેથોલોજીકલ લેબોરેટરીઓમાંથી ૭૪ કરોડ કોરોના ટેસ્ટ કરાવ્યા હતાં અને તેની પાછળ કુલ ૭૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં તેમ નાગપુરનો એક ગ્રાહક અધિકાર માટે લડતા એનજીઓએ દાવો કર્યો છે.

આ એનજીઓએ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયોએ કોરોનાને લગતા આરટીપીસીઆર, આરએટી ટુનેટ સીબીનેટ અને અન્ય ટેસ્ટ ૩રપપ ટેસ્ટીગ લેબમાંથી કરાવ્યા હતાં. જે પેકી ૧૮૪૪ ખાનગી અને ૧૪૧૧ સરકારી લેબ હતી.

૩રપપ ટેસ્ટીગ લેબ પૈકી ફકત ર૧૪૧ ૭૬૪ સરકારી અને ૧૩૭૭ ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ દ્વારા અન્ય આરટીપીસીઆરનો ટેસ્ટ કરે છે. જયારે અન્ય ૧૧૧૪ ૬૪૭ સરકારી અને ૪૬૭ ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ અનેય ટેસ્ટ કરે છે.

ઉલ્લેખનીય છે કે, મહામારીના શરૂઆતના દિવસોમાં આરટીપીસીઆર ટેસ્ટ રૂા.૩પ૦૦ અને તેથી વધુ રકમમાં કરવામાં આવતો હતો. જાે કે ત્યારબાદ આ ટેસ્ટનો ભાવ ઘટીને ૬૦૦ રૂપિયાની આસપાસ સ્થિર થયો છે. આ એનજીઓએ આરોપ મુકયો છે કે, કોરોના ટેસ્ટના નામે પેથોલોજી લેબોરેટરીઓ ભારતીયોને લુંટી રહી છે.

અને તેણે આ અંગેની ફરીયાદ વડાપ્રધાન મોદી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, આઈસીએમઆર રાજયના અધિકારીઓ અને સીવીસીને કરી છે. આ એનજીઓએ ચેતવણી આપી છે. કે આ અંગે જાે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવશે.

આ એનજીઓએ દાવો કર્યો છે કે એક સીસ્ટેમેટીક કૌભાંડ છે જે સરકારી અધિકારીઓ અને પેથોલોજી લેબોરેટરીઓની મીલીભગતથી ચલાવવામાં આવી રહયું છે. જે સેન્ટ્રલ કિલનીકલ એસ્ટાબલીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એકટ ર૦૧૦નો ભંગ કરે છે. આઈસીએમઆરના ડેટા અનુસાર ચોથી ફેબ્રુઆરીના રોજ ૧૬,૦૩,૮પ૬ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.