દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૭,૫૯૧ નવા કેસ

નવીદિલ્હી, દેશમાં કોરોનાના કેસોના આંકડા ઘટવા લાગ્યા છે, પરંતુ મોતના આંકડા હજુ પણ ડરાવી રહ્યા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ૧૯ના ૬૭,૫૬૭ નવા કેસો સામે આવ્યા, ૧,૮૦,૪૫૬ લોકો રિકવર થયા અને ૧,૧૮૮ લોકોની કોરોનાથી મોત થઇ છે.
કોરોનાના નવા કેસોની વાત કરીએ તો આજના કેસો ગઈકાલના મુકાબલે ૧૯.૪% ઓછા છે. ભારતનો કોરોના રિકવરી રેટ હજુ ૯૬.૪૬% છે.
જે રાજ્યોમાં સૌથી વધુ પ્રકોપ છે એમાં કેરળ(૨૨,૫૨૪ નવા કેસ), મહારાષ્ટ્ર(૬,૪૩૬), કર્ણાટક(૬,૧૫૧), તામિલનાડુ(૫,૧૦૪), મધ્ય પ્રદેશ(૩,૯૪૫) સામેલ છે. કેટલાક નવા કેસોમાંથી ૬૫.૩૩% આ જ રાજ્યોમાંથી આવ્યા છે. નવા કેસોમાં ૩૩.૩૨% કેસ કેરળના જ છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ મુજબ, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે ૧૩,૪૬,૫૩૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, ગઈકાલ સુધીમાં કુલ ૭૪,૨૯,૦૮,૧૨૧ સિમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૫ લાખથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી ૧૭૦ કરોડથી વધુ કોરોનાની રસી લગાવવામાં આવી ચુકી છે.HS