Western Times News

Gujarati News

બાયોપિક ફિલ્મમાં કામ કરવા પરિણિતી ચોપડા સુસજ્જ

મુંબઇ, બોલિવુડમાં યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા હવે બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલની બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મુંબઇમાં હવે આ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. સાયનાની ભૂમિકા તે અદા કરનાર છે. ભુષણ કુમાર અને અમોલ ગુપ્તે આ ફિલ્મ બનાવી રહ્યા છે. પરિણિતી ચોપડા આ ફિલ્મને લઇને ઉત્સુક છે. તે હાલમાં અન્ય કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જે પૈકી અર્જુન કપુરની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મની રજૂઆત વારંવાર ટળી રહી છે.

જેના કોઇ કારણ આપવામાં આવી રહ્યા નથી. બીજી બાજુ તેની પાસે ધ ગર્લ ઓન ટ્રેન રહેલી છે. જેમાં અન્ય અભિનેત્રીઓ પણઁ તેની સાથે દેખાશે. અજય દેવગનની એક ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. તે નક્કરપણે માને છે કે બોલિવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ ખુબ ઓછા લખવામાં આવે છે. વિતેલા વર્ષોમાં અભિનેત્રીઓ માટે સારા રોલ લખવામાં આવતા હતા. જા કે હવે અભિનેત્રી માટે આ પ્રકારના રોલ લખાતા નથી. તેનુ કહેવુ છે કે વર્ષો બાદ રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇન કરીને તે ખુબ ખુશ છે. કોમેડી ફિલ્મ તમામ લોકોને પસંદ પડે છે. ૩૦ વર્ષીય પરિણિતી હાલમાં અનેક ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં હેમા માલિની, શ્રીદેવી, જુહી ચાવલા, કરિશ્મા કપુર અને અન્ય કેટલીક અભિનેત્રી સારી કોમેડી ફિલ્મો કરી ચુકી છે. જા કે આજે કોમેડી ફિલ્મ અને રોલના અભાવ દેખાઇ રહ્યા છે. પ્રથમ વખત પરિણિતી ચોપડા અજય દેવગનની સાથે થોડાક સમય પહેલા નજરે પડી હતી. પરિણિતી ચોપડા ફિલ્મોને લઇને આશાવાદી છે. સાયના નહેવાલ સુપરસ્ટાર તરીકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.