બાળકના પ્રાઈવેટ પાર્ટમાં મેટલ હૂક ઘૂસી ગયું

તહેરાન, ઈરાનથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે ૧૧ વર્ષના માસૂમના પ્રાઈવેટ પાર્ટમાં મેટલ હૂક ઘૂસી ગયું. ત્યારબાદ જ્યારે ઘાયલ બાળકને હોસ્પિટલ લઈ જવાયો. ત્યાં તેનો એક્સ રે જાેઈને ડોક્ટર પણ ચોંકી ગયા. સાયન્સ ડાયરેક્ટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ માસૂમ સાથે આ દુર્ઘટના બોક્સિંગ બેગનો ઉપયોગ કરતી વખતે ઘટી.
બોક્સિંગ બેગનું મેટલનું હૂક બાળકના પ્રાઈવેટ પાર્ટમાં ઘૂસી ગયું. ત્યારબાદ ઉતાવળમાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. બાળક જ્યારે બોક્સિંગ બેગ સાથે બોક્સિંગ કરી રહ્યો હતો ત્યારે બોક્સિંગ બેગ સિલિંગ પરથી પડી અને તેનું મેટલ હૂક બાળકના પ્રાઈવેટ પાર્ટમાં ઘૂસી ગયું. હોસ્પિટલમાં જ્યારે બાળકને લઈ જવાયો તો તેનો એક્સરે પણ કાઢવામાં આવ્યો.
ડોક્ટરોએ બાળકનો એક્સ રે જાેયો તો તેમને વિશ્વાસ જ ન થયો. ડોક્ટરોએ જણાવ્યું કે બાળક સમયસર હોસ્પિટલ પહોંચી ગયો આથી તેનો જીવ બચાવી શકાયો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. તે સમયે તેને ખુબ દર્દ પણ થયું. તેમણે જણાવ્યું કે મેટલ હૂકને ખુબ સાવધાનીપૂર્વક ઓપરેશન કરીને કાઢી લેવાયું છે.
બાળકને લગભગ ૬ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવો પડ્યો. જાે કે જ્યારે તેના પ્રાઈવેટ પાર્ટીમાંથી મેટલ હૂક કાઢવામાં આવ્યું તો ત્યારે તેને બેહોશ કરી દેવાયો હતો. બાળકને સંપૂર્ણ રીતે સાજા થવામાં હજુ ૧૫ દિવસ લાગશે. સમયસર સારવાર મળી જવાના કરાણે તેના પ્રાઈવેટ પાર્ટને ખાસ નુકસાન થયું નથી.SSS