Western Times News

Gujarati News

અશનીરે રિજેક્ટ કરેલી બ્રાન્ડના કપડાં તેની પત્નીએ પહેર્યા

મુંબઈ, રિયાલિટી શૉ  Shark Tank India (શાર્ક ટેન્ક ઈન્ડિયા)ની પ્રથમ સિઝન ભારતમાં પ્રસારિત થઈ અને લોકોના દિલોમાં છવાઈ ગઈ. ૪ ફેબ્રુઆરીના રોજ આ સિઝનનો અંતિમ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. લોકોને આ રિયાલિટી શૉ ખૂબ પસંદ આવ્યો છે.

સોશિયલ મીડિયા પર તમને ચારેબાજુ શાર્ક ટેન્ક ઈન્ડિયાના મીમ્સ જાેવા મળશે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ જેમને શાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના પણ લોકો ફેન બની ગયા છે.

શાર્ક ટેન્કના જે શાર્ક અશનીર ગ્રોવરનું મીમ- યે સબ દોગલાપન હૈ ઘણું વાયરલ થયું છે. પરંતુ તાજેતરમાં એવી ઘટના બની છે કે લોકો અશનીરને કહી રહ્યા છે કે, યે સબ દોગલાપન હૈ.

 

View this post on Instagram

 

A post shared by niti singhal (@niti.singhal)

વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ફેશન ડિઝાઈનર નિતિ સિંઘલે એક વીડિયો શેર કર્યો છે. નિતિ સિંઘલ આ શૉ પર આવનારા ૧૯૮ કન્ટેસ્ટન્ટમાંથી એક છે, જેને પોતાની કંપની માટે ફંડ જાેઈતુ હતું.

નિતિ સિંઘલની બ્રાન્ડ રિવર્સેબલ અને કન્વર્ટેબલ કપડા વેચે છે. મેકર્સે શેર કરેલા પ્રોમોમાં જાેઈ શકાય છે કે, જ્યારે નિતિએ પોતાની પ્રોડક્ટ રજૂ કરી તો શાર્ક અશનીર ગ્રોવર તેને જણાવે છે કે, આ ગંદી ફેશન છે. મારા ઘરમાં તો આ કોઈ નહીં ખરીદે. તમે આ બંધ કરી દો. તમે કેમ તમારો સમય વેડફી રહ્યા છો? જાે કે શાર્ક ગઝલ અલઘે આ બ્રાન્ડ અને કન્સેપ્ટના વખાણ કર્યા હતા.

ગઝલે કહ્યુ હતું કે તેને આ આઈડિયા ગમ્યો છે અને તેમાં ઘણો સ્કોપ છે. આમ તો નિતિના બિઝનસમાં એક પણ શાર્કે પૈસા નથી રોક્યા પરંતુ તાજેતરમાં નિતિએ શેર કરેલા એક વીડિયોને કારણે ફરીથી ચર્ચા શરુ થઈ છે. નિતિએ શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે,અશનીર ગ્રોવરના પત્ની માધુરી જૈન ગ્રોવરે નિતિ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી ડ્રેસ પહેરી છે.

ઉલ્લેખનયી છે કે તાજેતરમાં જ શાર્ક ટેન્ક ઈન્ડિયાની આખી ટીમ કપિલ શર્માના કોમેડી શૉ પર મહેમાન તરીકે પહોંચી હતી. આ એપિસોડ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

એપિસોડમાં શાર્કના પરિવારના લોકો પણ હાજર રહ્યા હતા. તે સમયે શાર્ક અશનીર ગ્રોવરના પત્ની માધુરી પણ હાજર રહ્યા હતા. નિતિએ વીડિયોમાં પહેલા તો અશનીર તેને બિઝનસ બંધ કરી દેવાની સલાહ આપે છે તે ક્લિપ મૂકી છે અને પછી અશનીરના પત્નીની તસવીર મૂકી છે.

નિતિએ કેપ્શનમાં લખ્યું છે કે, યે સબ દોગલાપન હૈ. અને પછી માધુરી ગ્રોવરને ટેગ કરીને લખ્યું છે કે, તમે અમારી બ્રાન્ડના ડ્રેસમાં સુંદર લાગી રહ્યા છો. અમારા કામમાં વિશ્વાસ કરવા બદલ તમારો આભાર. કહેવામાં આવે છે કે જ્યારે નિતિ પોતાની બ્રાન્ડ પિચ કરવા માટે શૉ પર આવી હતી ત્યારે તેણે આ ડ્રેસ માધુરીને ગિફ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ એપિસોડને ડિસેમ્બર મહિનામાં શૂટ કરવામાં આવ્યો હતો. પરંતુ ફિનાલે વીકમાં તેને ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.