Western Times News

Gujarati News

અશોક લેલેન્ડએ ICV E-કોમેટ સ્ટાર CNG રેન્જ ગુજરાતમાં લોંચ કરી

અમદાવાદ:હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડએ આજે ગુજરાતના બજારમાં ઇ-કોમેટ સ્ટાર ICV CNG રેન્જ પ્રસ્તુત કરી હતી.

આ નવી ટ્રેક સેગમેન્ટમાં શ્રેષ્ઠ રેન્જ અને KMKG, પાવર અને સિંગલ ફિલ રેન્જ ઓફર કરે છે. ગ્રાહકો બે વિકલ્પો 16.1T અને 14.250T GVW તથા ત્રણ સીએનજી સિલિન્ડર વિકલ્પો – 360/ 480 / 570લિટરમાંથી પસંદગી થઈ શકે છે.

આ લોંચ પર અશોક લેલેન્ડના MHCVના હેડ શ્રી સંજીવ કુમારે કહ્યું હતું કે,“ગુજરાત ICV CNG ટ્રકો માટે ઝડપથી વિકસતું બજાર છે. અમારા નવા ટ્રેક ICV સેગમેન્ટમાં લોંચ થઈ રહ્યાં છે, જે આર્થિક પ્રવૃત્તિમાં વધારો થવાથી માગમાં વધારો જુએ છે. અમારા ઘણા CNG ટ્રકની રેન્જમાં પ્રથમ આ ટ્રક અમારા અતિ સફળ ઇ-કોમેટ પ્લેટફોર્મ પર આધારિત છે.

પર્યાવરણને અનુકૂળ મોબિલિટીના સમાધાનો તરફ પરિવર્તન અગ્રેસર થવાથી ગ્રાહકોની જરૂરિયાતો પણ બદલાઈ રહી હોવાથી CNG રેન્જ સલામત, ઇંધણદક્ષ અને શ્રેષ્ઠ ખર્ચની કુલ માલિકી (TCO) સાથે વિવિધ જરૂરિયાતો પૂરી પાડી શકે છે.

આ નવી રેન્જ અમારા પોર્ટફોલિયોને વધારે મજબૂત કરશે, જે અમને ગુજરાતમાં અમારો બજારહિસ્સો વધારવામાં મદદ કરશે અને દુનિયામાં ટોપ 10 કમર્શિયલ વ્હિકલ ઉત્પાદકોમાં સ્થાન મેળવવાના અમારા વિઝનને હાંસલ કરવાની અમારી સફરમાં મદદ કરશે.”

કંપનીની ફિલોસોફી આપકી જીત, હમારી જીતને વળગી રહીને, એક્ષ્ટેરિઅર્સ અને ઇન્ટેરિઅર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ડ્રાઇવરની સલામતી વધી છે. અદ્યતન ડિજિટલ ડ્રાઇવર આસિસ્ટ ડેશબોર્ડ સાથે સક્ષમ આ ગ્રાહકની અદ્યતન અપેક્ષાઓ પૂર્ણ કરશે અને રાતની કામગીરી દરમિયાન સલામતી વધારવા પાવરફૂલ રાઉન્ડ હેડ લેમ્પ ધરાવે છે.

ઊંચી ઇંધણદક્ષતા, ટાયરનું શ્રેષ્ઠ જીવન, સર્વિસના લાંબા અંતરાલ અને સંપૂર્ણ ઓછા મેઇન્ટેનન્સ ખર્ચ એને ફ્લીટના માલિક માટે ટર્નએરાઉન્ડ ટાઇમ (TAT)માં વધારો કરે છે, જેથી કુલ માલિકીનો અસરકારક ખર્ચ (TCO) પ્રાપ્ત થાય છે.

નવી રેન્જને અશોક લેલેન્ડના 4 કલાકના રિસ્પોન્સ અને 48 કલાકની રિસ્ટોરેશન ખાતરી તથા વાહનો માટે 4 વર્ષ/ 4 લાખ કિલોમીટરની વોરન્ટી પ્રાપ્ત છે. ગ્રાહકો વેચાણ અને વેચાણ પછીનો ટેકો આપવા સરળ સુલભતા માટે 3000+ ટચ પોઇન્ટ ધરાવે છે, તમામ 24×7 કસ્ટમર આસિસ્ટન્સ, અપટાઇમ સોલ્યુશન સેન્ટર, એડવાન્સ ટેલીમેટિક્સ – આઇ-એલર્ટ અને સર્વિસ મંડી નેટવર્ક દ્વારા સપોર્ટેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.