નવા પ્રેમિ સાથે મળીને જૂના પ્રેમીની હત્યા કરાવતી મહિલા
રીવા, મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કોરાવં ગામમાં થેયલી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના કહેવા મુજબ, ૪૦ વર્ષીય મહિલાને ૨૫ વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેમાં તેનો જૂનો પ્રેમી આડખીલી રૂપ બની રહ્યો હતો.
તેણે નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીને ગોળી મરાવીને હત્યા કરાવી હતી. આ મામલે પોલીસે મહિલા તથા તેના નવા પ્રેમીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી નંબર પ્લેટ વગરની બાઇક, એક દેશી તમંચો, ૩ નંગ કારતૂસના ખાલી ખોખા અને બે મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે.
જાણકારી મુજબ ચાકઘાટ પોલીસ સ્ટેશનના પ્રબારી અરવિંદ સિંહ રાઠેડે જણાવ્યું કે, ૩ ફેબ્રુઆરીએ સંતલાલ આદિવાસીએ ફરિયાદ નોંધાવી હતી. જેણે જણાવ્યું કે, રાકેશ ઉર્ફે કલ્લુ આદિવાસી ૨ ફેબ્રુઆરીએ સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી. બીજા દિવસે તેની લાશે કોરાવંમાં નહેરના કિનારેથી મળી હતી. અજાણ્યા લોકો દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ એસએસપી નવનીત ભસીને ૪ ફેબ્રુઆરીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને આરોપીએની ધરપકડ માટે દિશાનિર્દેશ આપ્યા.
જે બાદ શકમંદ અશોક માંઝીની અટકાયત કરવામાં આવી હતી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે પ્રેમસંબંધના કારણે તેણે તથા અનીતા આદિવાસીએ પ્લાન બનાવીને રાકેશ આદિવાસીને ગોળી મારીને હત્યા કરી હતી.
મહારાષ્ટ્રમાંથી એક સનસનીખેજ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ૩૯ વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. પ્રેમીએ આ હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જે યુવક પર હત્યાનો આરોપ છે તે મૃતક યુવતીના ઘરમાં ભાડે રહેતો હતો.
લોકડાઉન દરમિયાન આરોપી તેના ગામ ગયો હતો. પરંતુ પુણે પરત ફરતાં મહિલાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આથી તે ખૂબ જ નારાજ થયો અને ગુસ્સામાં આવી યુવતીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. આ અંગે વિમંત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપીની ઓળખ ગુલામ શેખ તરીકે થઈ છે. ૩૦ વર્ષીય શેખ બિહારનો રહેવાસી છે. જ્યારે મૃતકની ઓળખ સુનીતા સૂર્યવંશી તરીકે થઈ છે. આ અંગે મૃતકના પતિ રઘુનાથ સૂર્યવંશીએ ફરિયાદ નોંધાવી છે. અંગ્રેજી અખબાર પુણે મિરર અનુસાર હત્યાના દિવસે શેખ પીડિતાના ઘરે આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપીએ મહિલાનું ગળું દબાવી હત્યા કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના પરિવારને તેના એક્સ્ટ્રા મેરીટલ અફેરની જાણ હતી. આથી પરિવારના સભ્યોએ પણ મહિલાને ઠપકો આપ્યો હતો, ત્યારબાદ તેણે સંબંધ તોડવાનો ર્નિણય લીધો હતો અને શેઠ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ પછી શેઠને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણી તેની અવગણના કરવા લાગી.
એક દિવસ પીડિતા ઘરમાં એકલી હોવાથી આરોપી અંદર ઘુસી ગયો અને તેની સાથે મારપીટ કરી. તેની ચુંગાલમાંથી છૂટીને તે બાથરૂમમાં દોડી ગઈ અને પોતાની જાતને બંધ કરી દીધી. આરોપીએ દરવાજાે તોડીને તેણીની હત્યા કરી હતી. આ જઘન્ય ગુનો કર્યા બાદ તે દરવાજાે બંધ કરીને ભાગી ગયો હતો.
જ્યારે મહિલાના પતિ અને પુત્રો ઘરે પરત ફર્યા તો તેઓએ દરવાજાે બંધ જાેયો. તેઓએ વિચાર્યું કે તેણી બહાર ગઈ હતી અને તેને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. ૧૧.૩૦ વાગ્યા સુધી તે પરત ન આવતાં તેઓએ દરવાજાે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. મૃતદેહ જાેઈને તે સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.SSS