મુસ્લિમ છાત્રાને અભ્યાસથી વંચિત રખાય છે: પાક. મંત્રી

ઈસ્લામાબાદ, પોતાના દેશમાં હિન્દુઓ સહિતની લઘુમતીઓની રક્ષા નહીં કરી શકનાર પાકિસ્તાન ભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર હવે સલાહ આપી રહ્યુ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારતના કર્ણાટકમાં હિજાબના મુદ્દા પર વણ માંગ્યુ નિવેદન આપતા કહ્યુ છે કે, મુસ્લિમ વિદ્યાર્થિનીઓને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનુ કૃત્ય તેમના માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવુ છે. તેમણે આગળ કહ્યુ હતુ કે, તેમને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનુ અને તેમને હિજાબ પહેરવા પર ડરાવવાની જે હરકત થઈ છે તે દમનકારી છે અને દુનિયાએ સમજવુ જાેઈએ કે મુસ્લિમોને તેઓ રહે છે તે વિસ્તાર પૂરતા મર્યાદિત રાખવા માટે ભારત સરકારે યોજના બનાવી છે.
દરમિયાન નોબેલ પ્રાઈઝ વિજેતા અને પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર મલાલા યુસૂફજાઈએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, હિજાબ પહેરનારી યુવતીઓને સ્કૂલમાં રોકવામાં આવે તે ઘણી ભયાનક બાબત છે.ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓ હાશિયા પર ધકેલાતા રોકવી જાેઈએ.SSS