વડોદરા નવલખી દુષ્કર્મ કેસમાં બંને આરોપીઓ દોષિત જાહેર
વડોદરા, આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ ગઇ છે. આજે, બુધવારે ચુકાદમાં કોર્ટે બંને આરોપી કિશન માથાસુરીયા અને જશા સોલંકીને દોષિત જાહેર કર્યાં છે.
પોસ્કોની કલમ ૬/૧ મુજબ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા છે અને ૬/૧ ની કલમમાં ફાંસીની સજાની જાેગવાઇ છે. સરકારી વકીલે બંને આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી છે. આ કેસના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેસ્ટ હોવાનું જણાવી બંને આરોપીઓને મૃત્યુદંડની સજા કરવા રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૮ નવેમ્બર ૨૦૧૯ની રાત્રે બે નરાધમોએ એક સગીરાને પીંખી નાખી હતી. પોલીસે ગત વર્ષે ૨૨ જાન્યુઆરીના રોજ ચાર્જશીટ ફાઈલ કરી હતી. તેના પાંચ દિવસ બાદ એટલે કે ૨૭ જાન્યુઆરીએ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી. આ ઘટનાની વિગત ચકાસીએ તો, ૨૮ નવેમ્બર ૨૦૧૯ના રાતે સવા આઠની આસપાસ ૧૪ વર્ષની કિશોરી તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડ પર ગઇ હતી.
નવલખી ગ્રાઉન્ડમાં આવેલા ટ્રાન્સફોર્મરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કિશોરી અને તેનો મંગેતર મોપેડ પાર્ક કરીને બેઠા હતા. આ દરમિયાન આરોપીઓ કિશન કાળુભાઇ માથાસુરિયા (રહે.તરસાલી ગુરુદ્વારા ફૂટપાથ પર, મૂળ રહે. રાજકોટ ) અને જશો વનરાજભાઇ સોલંકી (રહે. રાજાનંદ બિલ્ડીંગ પાસે, સોમા તળાવ, મૂળ રહે.અમરેલી )આવ્યા હતા.
આરોપીઓએ બંનેને ધમકાવ્યા હતા જેથી તેઓ પોતાનું વાહન લઇને ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા. પરંતુ આરોપી જશાએ વાહનની ચાવી લઇને મોપેડમાં મુકી દીધી હતી. આ દરમિયાન બીજાે આરોપી કિશન છોકરીને લઇને ઝાડીઓમાં જતો રહ્યો હતો. ત્યારે સગીરાના મંગેતરે બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપીઓએ તેને ધક્કો મારીને ફેંકી દીધો હતા.
જે બાદ ઝાડીઓમાં લઇ જઇને બંનેએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને અકુદરતી સેક્સ પણ કર્યું હતું. સગીરાએ આ યુવાનોને પહેલા જ કહ્યું હતું કે, જાે તમે પોલીસ છો તો મને મારી મમ્મી સાથે ફોન પર વાત કરાવી દો કે અમને પોલીસ સ્ટેશન લઇ, જાવ મને કેમ આવી રીતે લઇ જાવ છો. જે બાદ મંગેતરને પણ માર માર્યો હતો.
નરાધમોએ સગીરાનું મોઢુ દબાવી ઝાડીઓમાં ખેંચી જતાં મંગેતરે પોલીસને કોલ કર્યો હતો પરંતુ કોલ નહીં લાગતા તેણે મિત્રને જાણ કરી હતી. તેના બે કોલના ઓડિયો વાયરલ થયા હતા.
આ કોલમાં તેણે મિત્રને કોલ કરી જણાવ્યું હતું કે, એ ભાઇ.. મેરી ફન્ટરકો ઝાડીઓમે લે ગયે, જલ્દી વે, પુલીસવાલો કો ફોન નહીં લગ રહા હૈ ભાઇ, દો-તીન જને અંદરથી ફટકે લેકે આયલે, મેરી ફન્ટરકો અંદર ખેંચ ગયે ઝાડીયો મેં. મેં ભગ કે ઇધર આયા. વે જલદી ફોન કરને પુલીસ વાલે કો. તું ટોલે કો લેકે આ જલ્દી આ..ફટકે લેકે આઇયો ફટકે.. વે જલ્દી આ પન કીતને જનો કો લેકર આયેગા..વે મરી ફન્ટર કો માર વાર ડાલેંગે તો ખોટી, જલદી આ. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રવિણ ઠક્કરે ૭૦ પાનાની દલીલો રજૂ કરી હતી.જેમાં જણાવ્યું હતું કે, પીડિતાએ ફરિયાદ કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.જાતીય ગુનાઓ વિરૃદ્ધ બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ની કલમ ૪ (૨), ૬ (૧), ૮, ૧૦, ૧૭નો કેસ પુરવાર થાય છે.
આરોપીઓએ ૧૪ વર્ષની બાળકી પર ખૂબ જ બેરહેમી પૂર્વક ગુના આચર્યો છે. જે જધન્ય પ્રકારનો અપરાધ છે.અને એક પ્રકારનું રાક્ષસી અને પિશાચી ગણી શકાય તેવું કૃત્ય છે. આ કૃત્યથી નાની ઉંમરની બાળાનું જીવન બરબાદ થઇ ગયું છે અને તેને આઘાત લાગ્યો છે. આરોપીઓએ આચરેલો ગુનો રેરેસ્ટ ઓફ ધ રેર પ્રકારનો છે.પોક્સો એક્ટની કલમ હેઠળ મૃત્યુદંડની સજાની જાેગવાઇ છે.