Western Times News

Gujarati News

ગોધરામાં દાગીના વેચાણ આપવાનું કહીને વેપારી સાથે ૬૦ લાખ રૂપિયાની છેતરપિંડી

પ્રતિકાત્મક

(પ્રતિનિધી) ગોધરા, ગોધરામાં ધીરધાર નું લાયસન્સ મેળવી ને સોના ચાંદીના દાગીના પર ધીરાણ કરનાર વેપારીને વિશ્વાસમાં લઈ શહેરા તાલુકાના તરસંગ ગામનો શખ્સ કનુ ભરવાડ ગોધરા ના વેપારી ને બીજાને ત્યાં ગીરવે મુકેલા દાગીના છોડાવી લાવી વેચાણ કરવાની ખાત્રી આપીને રૂ.૬૦,લાખ રોકડા લઈ જઈને વિશ્વાસધાત છેતરપીંડી કરતા

આ બનાવ અંગે વેપારી ની ફરિયાદ ના આધારે શહેર બી ડીવીઝન પોલીસે કનુ ભરવાડ સામે છેતરપીંડી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે આપેલી ફરિયાદ માં વેપારી રાજન શૈલેષભાઈ શાહ એ જણાવ્યું હતું કે ગઇ તા.૧૭/૦૯/૨૦૨૧ પહેલાં કનુભાઈ પેથાભાઇ ભરવાડ રહે. તરસંગ તા.શહેરાનાઓ અમારી દુકાને આવેલા આ કનુ ભરવાડના ઓ છેલ્લા પચ્ચીસ વર્ષથી મારા ગ્રાહક છે અને મારે તેઓની સાથે ધંધાકીય લેવડ દેવડ પણ હતી

અને અવારનવાર અમારે ત્યાં આવતા જતા રહેતા હોય તેઓએ મને વાત કરેલ કે મારા દાગીના એક જગ્યાએ ગીરવે મુકેલ છે અને તે દાગીના મુકેલ જે દોઢ ટકે મુકેલ છે જાે તમો વેચાણ રાખતા હોવ તો તે દાગીના છોડાવી હું તમોને આપી જાઉં તેમ કહે તાં

મે તેઓને દાગીનાના વેચાણ રાખવા જણાવેલ જેથી તેઓ તા.૧૭/૯/૨૦૨૧ ના રોજ મારી પાસે સવા અગિયારે ક વાગે આવેલ અને મને રૂ. ૬૦,૦૦,૦૦૦/- દાગીના છોડાવવા માટે માગણી કરેલ મારી પાસે તાત્કાલીક આટલા રૂપિયા ન હોય મે નાણાની વ્યવસ્થા કરી આપવા જણાવેલ જેથી તે બેસેલ

અને મે મારા મિત્ર નરેશભાઇ રહે. ગોધરાનાઓ તથા મારા ઘરેથી તથા મારા છોકરા પાસેથી એમ વ્યવસ્થા કરી કનુ ભરવાડને રૂ. ૬૦,૦૦,૦૦૦/ આપેલ અને કનુ દાગીના છોડાવી મારે ત્યાં આપવા આવવાનો હતો પણ ન આવતાં તો મે કનુ ને તેના ફોન નંબર ઉપર વાત કરતાં તેણે મને જણાવેલ કે મે પૈસા જમા કરાવી દીધેલ છે

પરંતુ મને દાગીના કાલે આપવા નું કહેલ છે તેમ જણાવેલ, જેથી બીજા દિવસે મે તેને કોન્ટેક્ટ કરતાં મને જણાવેલ કે હું સ્કુટર પરથી પડી ગયેલ છું અને પગે ફ્રેક્ચર થયેલ છે તેમ જણાવતાં હું તેના બીજા દિવસે તેના ઘરે તરસંગ ગયેલો તો તેના પગે ફ્રેક્ચર થયેલ હતુ અને ઘરે આરામમાં હતો અને મને જણાવેલ કે મને થોડુ સારૂ થયેથી હું દાગીના છોડાવીને આપી જઇશ

તેમ જણાવેલ. ત્યારબાદ હું તેમના ફોન ઉપર સંપર્કમાં હતો અને તેઓ આવવાનું કહેતા હતા પરંતુ આવેલ નહી જેથી હું તેમના ઘરે ગયેલ પરંતું કનુ મને મળેલ નહી જેથી તેમના ઘરે વાત કરતાં તેમની પત્નીએ કહેલ કે તમો ચિંતા કરો નહી તે નહી આવેતો હું આવી ને આપી જઇશ તેમ મને જણાવેલ.

ત્યાર પછી હું ફોન કરૂ તો તે મને ફોન ઉપર ધમકી આપી તને કોઇ પૈસા મળશે નહી કે દાગીના પણ મળશે નહી હવે ઉઘરાણી કરતો નહી નહીતર તને ગોધરા આવી મારી નાખીશ તેવી ફોન ઉપર ઘમકીઓ આપતો હોઇ મે મારા મિત્ર નરેશભાઇ ને વાત કરતાં તેઓએ કનુ ને ફોનથી વાત કરતાં તમારે અમારી લેવડદેવડમાં વચ્ચે પડવાની જરૂર નથી હવે તમારે ફોન કરવો નહી તેમ જણાવેલ.

અને તે પછી હું ફોન કરૂ તો ફોન રીસીવ કરે છે અને તમોએ ઉઘરાણી માટે ફોન કરવાનો નહી તમને કઇ આપવાનું નથી તેમ કહી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી વિશ્વાસધાત છેતરપીંડી કરતા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કનુ ભરવાડ સામે છેતરપીંડી નો ગુનો નોંધાયો છે જે બાબત ગોધરા શહેરમાં ચર્ચા ના કેન્દ્ર સ્થાને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.