હુંડાઈ બાદ હવે KFC તથા કિયા મોટર્સના બોયકોટની ટવીટર ઝુંબેશ
કાશ્મીરની સ્વતંત્રતા ને ટેકો આપતા; ત્રાસવાદને સમર્થન ટવીટ સામે દેશભરમાં આક્રોશ-
કાશ્મીર-ડે નિમિત્તે પાક સ્થિત કંપનીના ડિલર હેન્ડલ પરથી વિવાદાસ્પદ ટવીટ થયા
(એજન્સી)નવીદિલ્હી, ભારતમાં મારૂતી સુઝુકી બાદની નંબર ટુ ઓટો કંપની હુંડાઈ મોટર્સના પાકિસ્તાન (Hyndai Motors Pakistan) યુનીટના ડિલર્સ દ્વારા કાશ્મીર મુદે જે ટવીટર પોષ્ટ કરી હતી તેનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ સાઉથ કોરીયાની વધુ એક ઓટો કંપની (South Korean Automaker Kia Motors) અને અમેરીકી ફાસ્ટફુડ કંપની કેન્ટુકી-ફ્રાઈડ-ચીકન કેઅફસી (KFC) ના ટવીટર હેન્ડલ પર પણ કાશ્મીર મુદે અલગતા
અને ત્રાસવાદીઓનો સમાવેશ આવતા મોટા થતા જ હવે વધતા મુકાબલામાં ટવીટર પર બોયકોટ, હુંડાઈ, બોયકોટ કેએફસી અને બાયકોટ કિચા મોટર્સ અને હુંડાઈ વીથ ટેરરીસ્ટ ઝુંબેશ શરૂ થયો છે. દેશની બે કાર ઉત્પાદક કંપનીમાં ટાટા મોટર્સ અને મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાની તરફેણ કરવાની પણ ઝુંબેશ થતા વિવાદ વધ્યા છે.
હુંડાઈ મોટર્સ જે ભારતમાં મોટું માર્કેટ ધરાવે છે. તે પાકિસ્તાનમાં પણ મોટો ઉત્પાદક કંપની છે અને બે દિવસ પૂર્વે હુંડાઈ પાકિસ્તાન ડીલર-નિશાંત મોટર્સના સત્તાવાર ટવીટર હેન્ડલ પરથી તા.પના રોજ એક ટવીટ મારફત કાશ્મીરી ભાઈ-બહેનોના ‘બલીદાન’ ને યાદ રાખવા અને કાશ્મીરી ભાઈ-બહેનોનો સ્વતંત્રતા માટેના સંઘર્ષને ટેકો આપવા સંદર્ભનું ટવીટ થયું હતું.
હુંડાઈ પાકિસ્તાન અને કાશ્મીરી સોલીડરીટી ડે’ જેવા હેન્ડલ પરથી પણ આ પ્રકારનો પ્રચાર થયો હતો. આ પ્રકારના ટવીટ બાદ ભારતમાં તેના ઘેરા પડઘા હતા અને ટવીટર પર બોયકોટ હુંડાઈના હેશટેગથી વધતા ટવીટ તેના ઘેરા પડઘા પડયા હતા અને ટવીટર પર બોયકોટ હુંડાઈના હેશટેગથી વધતા ટવીટ શરૂ થયા હતા.
આ બાદ કેએફસી ઈન્ડીયાના ટવીટર હેન્ડલ પર તેઓએ કાશ્મીર ડે પર તમામ કાશ્મીરી સાથે હોવાના ટવીટ થયા હતા અને બાદમાં કિયા મોટર્સ જે પણ સાઉથ કંપની સાથે મનાતા ટવીટર હેન્ડલ કિયા ક્રોસરોડ એ પણ કાશ્મીરની સ્વતંત્રતાની વાત કરી હતી.
જાેકે આ વિવાદ વધતા જ હુંડાઈ-ઈન્ડીયાએ એક નિવેદન બહાર પાડીને કંપની ભારતીય માર્કેટ પ્રત્યે રપ વર્ષથી પ્રતીબંધ હોવાની અને રાષ્ટ્રવાદના સિદ્ધાંતોને અમારો મજબુત ટેકોછે.
તેનું સન્માન કરીએ છીએ તેવું તેણે પાકિસ્તાન યુનીટનું નામ લીધા વગર જ હુંડાઈ ઈન્ડીયાને આ પ્રકારના બિન ઈચ્છનીય ટવીટ સાથે નહી જાેડવા અપીલ કરતા કહયું કે અમો આ પ્રકારના દ્રષ્ટીકોણની ટીકા કરીએ છીએ તો કેસીએફ એ પણ જણાવ્યું કે અમો ભારત બહારના કેએફસીના સોશ્યલ મીડીયાના એકાઉન્ટ પરથી જે એક સંદેશ જાહેર કરવામાં આવ્યા છે.
તે બદલ મીડીયા પેનલ્સ મારફત માફી માંગીએ છીએ. અમો ભારતનું સન્માન કરીએ છીએ અને બધા ભારતીયોની ગર્વ સાથે સેવા કરવાની પ્રતીબદ્ધતા દર્શાવીએ છીએ. જાેકે કિયા ક્રોસરોડ જે કંપનીનું સતાવાર હેન્ડલ નથી તેથી કંપનીએ કોઈ પ્રતીભાવ હજુ આપ્યો નથી.
બીજી તરફ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસો.ના પ્રમુખ અને યુનાઈટેડ ગ્રુપના ડાયરેકટર વિકેશ ગુલાટીએ આ મુદે ટવીટ કરીને આ પ્રકારના બે ઓટો કંપની ઓન ટવીટર હેન્ડલ પરથી જે ટવીટ થયા અને જે ગેરબંધારણીય આંદોલનને સમર્થન આપવામાં આવ્યું
તેને વખોડી કાઢીને આ ટવીટ તાત્કાલીક ડીલર કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે કાશ્મીર એ ભારતનો અભિન્ન હીસ્સો છે અને તે અનંત કાળ સુધી ચાલુ રહેશે. જહિન્દ તેમના આ ટવીટ બાદ વિવાદ થોડો શાંત પડયો હતો. બીજી તરફ હુંડાઈ તથા કેએફસીના વિવાદી ટવીટ કરાયા હોવાનું જાહેર થયું છે.