Western Times News

Gujarati News

સ્પીપામાં ચિંતન શિબિર: સહકારી ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને ભાવિ પડકારો અંગે મનોમંથન થશે

અમદાવાદના સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપા ખાતે સહકાર વિભાગનીબે દિવસીય ચિંતન શિબિરનું આયોજન

અમદાવાદમાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે બે દિવસીય 9 અને 10 ફેબ્રુઆરી – 2022ના રોજ સહકાર વિભાગની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વીડિયો કોન્ફરન્સથી કો-ઓપરેટિવ પોર્ટલનું લોંન્ચિંગ કર્યું હતું.

સહકાર વિભાગની આ ચિંતન શિબિરના પ્રથમ દિવસે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્ય કક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કલ્પસર અને મત્સયોદ્યોગ મંત્રીશ્રી શ્રી જીતુભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા વર્તમાન સમયમાં સહકારી પ્રવૃત્તિ અને સહકારી કાનુનમાં આવેલા પરિવર્તન તેમજ સહકારી મંડળીઓની રચનામાં નૃતન અભિગમઅંગે અનેમંડળીઓની કામગીરી વધુ લોક ઉપયોગી બને તે માટેના વિચારો રજૂ થયા હતા.

આ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, સહકાર ખાતાના અધિકારીઓની 10 ટીમ બનાવીને સહકારી કાયદા કાનુનમાં પ્રવર્તમાન સંજોગોને અનુરૂપ સુધારા, પ્રાકૃતિક ખેત-પેદાશોના વેચાણની બજાર વ્યવસ્થા,યુવાનો અને મહિલાઓને સહકારી પ્રવૃત્તિમાં વધુ સક્રિયપણે જોડવા અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ ચિંતન શિબિરમાં ખાંડ અને મત્સ્યદ્યોગના ક્ષેત્રની સહકારી મંડળીઓ તેમજ ખેત ઉત્પન્ન બજાર સમિતિઓનો વિકાસ જેવા કુલ ૨૦ વિષય ઉપર વિચાર-વિમર્શ કરી જરૂરી આગોતરું આયોજન કરવામાં આવશે.

આ ચિંતન શિબિર દરમિયાન ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આર.એસ.સોઢી, ઈરમાના પ્રોફેસરની શ્રી એચ.એસ.શૈલેન્દ્રતજજ્ઞ તરીકેઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સહકારી પ્રવૃતિની વર્તમાન પરિસ્થિતિ તેમજ ભવિષ્યના પડકારો અને આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સહકાર સચિવશ્રી નલિન ઉપાધ્યાય,સહકાર કમિશ્નર શ્રી દિનેશ પટેલ તેમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.