વિજય ગાંગુલીને રૂપાલીએ હંમેશા દીકરા જેવો માન્યો
મુંબઈ, મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ઘણાં ભાઈ-બહેનોની જાેડી છે જે કેમેરાની સામે રહીને કામ કરે છે મતલબ કે એક્ટિંગ કરે છે. જાેકે, કેટલાંક એવા પણ છે જેમનાં ભાઈ કે બહેન સફળ એક્ટર-એક્ટ્રેસ હોય અને પોતે કેમેરાની પાછળ રહીને કામ કરતાં હોય.
આવી જ ભાઈ-બહેનની જાેડી છે લોકપ્રિય સીરિયલ અનુપમાની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અને તેના ભાઈ વિજય ગાંગુલીની. ટીવી પર રૂપાલી ગાંગુલીની શાનદાર એક્ટિંગ જાેવા મળે છે તો રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી કોરિયોગ્રાફર છે. વિજય ગાંગુલીએ હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘અતરંગી રે’ના ગીત ‘ચકાચક’ સહિત અનેક ફિલ્મોના ગીતોમાં કોરિયોગ્રાફી કરી છે.
ઘણાંને નહીં ખબર હોય કે રૂપાલી ગાંગુલી અને તેના ભાઈ વિજયે કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. પિતા અનિલ ગાંગુલીની ફિલ્મ ‘સાહેબ’માં રૂપાલી અને વિજય ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં અનિલ કપૂર અને અમૃતા સિંહ લીડ રોલમાં છે.
રૂપાલીએ કહ્યું, જ્યારે અમે નાના હતા ત્યારે મને લાગતું હતું કે વિજય એક્ટર બનશે કારણકે હું સ્કીટ લખતી હતી અને વિજય તેમાં પર્ફોર્મ કરતો હતો. તે ટીવીની સામે ઊભો રહીને ડાન્સ કરતો હતો અને મને યાદ છે કે, તેને માઈકલ જેક્સનના ગીતો પર ડાન્સ કરવો ખૂબ ગમતો હતો. તે કોરિયોગ્રાફીને લઈને સહેજ પણ ગંભીર નહોતો પરંતુ મેં તેને ડાન્સ ક્લાસમાં જવા આગ્રહ કર્યો હતો. તે શામક દાવરના ક્લાસમાં જાેડાયો અને બાદમાં ડાન્સ ટીચર બન્યો. મને ગર્વ છે કે મારો ભાઈ ડાન્સ ટીચર હતો અને હું આ વાતની શેખી હાંકતી હતી.
આજે મારો ભાઈ ખૂબ સારું કામ કરી રહ્યો છે અને તેણે બોલિવુડના ટોપ સ્ટાર્સ માટે કોરિયોગ્રાફી કરી છે, મને તેના પર ગર્વ છે. વિજય રૂપાલી કરતાં નાનો છે ત્યારે તેને પણ બહેને મેળવેલી સિદ્ધિઓ પર ગર્વ છે. વિજયે કહ્યું, “‘અનુપમા’માં રૂપાલીનું પાત્ર ડાન્સર પણ છે અને હું કહીશ કે તે માત્ર ડાન્સર નહીં સંપૂર્ણ પર્ફોર્મર છે. રૂપાલી ખૂબ સારી અભિનેત્રી છે કારણકે મહિનાઓ સુધી એકનો એક રોલ કરવો અને દર્શકોને જકડી રાખવા તે સરળ નથી.SSS