ગહેરાઈયાંમાં પર્ફોર્મન્સ જાેઈને પતિએ વખાણ કર્યા: દીપિકા

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ગહેરાઈયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. દીપિકા ફિલ્મના પ્રમોશનની સાથે વિવિધ ઈન્ટરવ્યૂ પણ આપી રહી છે. આવા જ એક ઈન્ટરવ્યૂમાં તેણે પતિ રણવીર સિંહ સાથેના બોન્ડ વિશે વાત કરી છે.
દીપિકાએ ‘ગહેરાઈયાં’માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે કેટલાય અંતરંગ દ્રશ્યો ફિલ્માયા છે. જે જાેઈને સોશિયલ મીડિયા પર લોકો દીપિકાને સવાલ કરી રહ્યા છે કે શું તેણે ઈન્ટીમેટ સીન્સ કરતાં પહેલા પતિ રણવીર પાસે પરવાનગી માગી હતી? લોકોની આ કોમેન્ટ્સ દીપિકાને ઈન્ટરવ્યૂમાં બતાવવામાં આવી જેના પર તેણે પ્રતિક્રિયા આપી છે.
શકુન બત્રાના ડાયરેક્શનમાં બનેલી ગહેરાઈયાંનું ટ્રેલર જાેયું હશે તો તેમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચેના ઈન્ટીમેટ સીન પણ જાેયા હશે. જેની ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. ત્યારે ઈન્ટીમેટ સીન કરતાં પહેલા પતિ રણવીરની મંજૂરી લીધી હતી કે કેમ તેવી લોકોની કોમેન્ટ્સ પર દીપિકાએ પ્રતિક્રિયા આપી છે. ઈન્ટરવ્યૂમાં દીપિકાને આ સવાલ કરાયો ત્યારે તેણે કહ્યું કે, આ પ્રશ્નનો જવાબ આપવો પણ મૂર્ખતા ગણાશે.
દીપિકાએ કહ્યું, છી આવું કરવું પણ મૂર્ખતા ગણાય.” દીપિકાએ એમ પણ ખુલાસો કર્યો કે તે અને રણવીર ક્યારેય સોશિયલ મીડિયા પોસ્ટ પર આવતી કોમેન્ટ્સ વાંચતા નથી. ગહેરાઈયાં જાેઈને રણવીર સિંહની પ્રતિક્રિયા શું હતી? ત્યારે દીપિકાએ જણાવ્યું કે, તેનું પર્ફોર્મન્સ જાેઈને રણવીર સિંહને ગર્વ થઈ રહ્યો છે.
અગાઉ ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે દીપિકાએ કહ્યું હતું, ‘ગહેરાઈયાં’માં તેમણે જે ઈન્ટીમસી બતાવી છે તે અગાઉ બોલિવુડની કોઈ ફિલ્મમાં બતાવવામાં નથી આવી. અંતરંગ દ્રશ્યો શૂટ કરવા સરળ નથી હોતા પરંતુ ડાયરેક્ટર શકુન બત્રાએ સેટ પર સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું હતું તેમ દીપિકાએ કહ્યું છે.
દીપિકાએ કહ્યું હતું, “શકુને સુનિશ્ચિત કર્યું હતું કે અમે બધા સેટ પર સહજતા અને સુરક્ષા અનુભવીએ કારણકે ઈન્ટીમસી સરળ નથી. અમે આ ફિલ્મમાં જે પ્રકારે ઈન્ટીમસી દર્શાવી છે તે અગાઉ ભારતીય સિનેમામાં ક્યારેય બતાવાઈ નથી. બે વ્યક્તિઓ વચ્ચેની અંતરંગતા અને ર્નિબળતા ત્યારે જ સારી રીતે દર્શાવી શકાય જ્યારે ડાયરેક્ટ ફક્ત લોકોનું ધ્યાન ખેંચવા માટે તે બતાવતો ના હોય.
પાત્રો ત્યાંથી આવે છે, તેમના અનુભવો અને જર્ની પરથી. તમે જ્યારે સુરક્ષિત અનુભવો ત્યારે જ અંતરંગતા પડદા પર દેખાડી શકો છો.” ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં ઈન્ટીમેટ સીન શૂટ કરવા માટે ઈન્ટીમસી ડાયરેક્ટર દર ગાઈને રાખવામાં આવ્યા હતા.SSS