યુવતીને જમીન પર પાડીને બળજબરી કરવાનો પ્રયાસ
અમદાવાદ, અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે, નારોલમાં ૩૫ મહિલા જ્યારે પોતાના ઘરમાં એકલી હતી ત્યારે ઘરમાં એક યુવક અને એક આધેડ ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ મહિલાને ઘરમાં એકલી જાેઈને તેના પર નજર બગાડીને બિભત્સ માગણી કરી હતી.
આ બે શખ્સોએ યુવતી સાથે બળજબરી કરીને તારી સાથે શારીરિક સંબંધ બાંધવો છે તેમ કહ્યું હતું, આવામાં યુવતીએ અજાણ્યા શખ્સોથી ગભરાવાના બદલે તેમનો સામનો કરવાનું વિચારી લીધું હતું. આવામાં યુવતીએ પોતાની નજીકમાં પડેલું તાળું હથિયાર તરીકે વાપરીને બન્ને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી છે.
શહેરના નારોલ વિસ્તારમાં બનેલી ઘટનામાં અભયમની ટીમને ફોન આવ્યો હતો કે, અમારી દીકરી જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે બે અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા અને તેની પાસે બિભત્સ માગણીઓ કરીને બળજબરી કરી હતી. આવામાં યુવતી એકલી હતી ત્યારે બનેલી ઘટનાથી તે ડરી ગઈ હતી, જેની મદદ માટે અભયમની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
યુવતીના પરિવારમાં માતા-પિતા, ત્રણ બહેનો અને એક ભાઈ છે, આ પરિવાર છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. યુવતીનો નાનો ભાઈ ઘરની બહાર રમતો હતો અને તે પોતે ઘરમાં એકલી હતી. યુવતીને ઘરમાં એકલી જાેઈને આશરે ૩૫ અને ૫૫ વર્ષના બે શખ્સો તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા. આમાંથી એક શખ્સ ઘરની બહાર ઉભો રહ્યો હતો અને બીજાે ઘરમાં આવીને બિભત્સ વર્તન કરવા લાગ્યો હતો.
જેનો યુવતીએ હિંમતથી સામનો કર્યો હતો. પોતે એકલી હતી ત્યારે એક શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો તે જાેઈને યુવતીએ તેને પૂછ્યું હતું કે શું કામ છે? આ દરમિયાન યુવકે શારીરિક સંબંધ બાંધવાની અભદ્ર માગણી કરી હતી. આ પછી યુવતીને જમીન પર પાડીને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો.
યુવતીની નજર તાળા પર પડતા તેણે આ તાળાને હથિયાર બનાવીને પોતાનું રક્ષણ કરવા ઘરમાં ઘૂસી આવેલા શખ્સ પર છૂટ્ટું નાખ્યું હતું. યુવતીની હિંમત જાેઈને બન્ને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ પછી જ્યારે મજૂરી કામેથી પરિવાર ઘરે આવ્યો ત્યારે તેમણે જાેયું કે યુવતી ઘરમાં બેસીને રડી રહી હતી. પરિવારે તેની પાસેથી આખી વાત જાણી અને આ મામલે મદદ માટે અભયમની ટીમને ફોન કર્યો હતો.
અભયમની ટીમે યુવતીને મળીને કાયદાકીય સમજ આપી હતી. જેથી યુવતીએ બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવવાનો ર્નિણય લીધો હતો. અભયમ ટીમની મદદથી યુવતીએ બન્ને શખ્સો સામ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SSS