આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ વાસુ હેલ્થકેરે ન્યૂટ્રાસ્યૂટિકલ્સ ક્ષેત્રે પ્રવેશ કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Vasu1-1024x717.jpg)
વડોદરા, 1980થી આયુર્વેદની પ્રસાર માટે કાર્યરત હર્બલ અને આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ ગુજરાત સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ ન્યૂટ્રાસ્યૂટિકલ્સ ક્ષેત્રે પ્રવેશ કરી રહી છે.
કંપનીએ વાસુ ન્યૂટ્રા નામે નવું ડિવિઝન શરૂ કર્યું છે અને પ્રકૃતિના શ્રેષ્ઠ હર્બલ અને ન્યૂટ્રાસ્યૂટિકલ્સ ઈન્ગ્રેડિયન્ટ્સ સાથે પ્લાન્ટ આધારિત હર્બલ ન્યૂટ્રાસ્યૂટિકલ્સ પ્રોડક્ટ્સ બજારમાં રજૂ કરવા માંગે છે. કંપનીએ બોન હેલ્થ, યુટીઆઈ કેર, પીડિયાટ્રિક અને વિમેન કેર, મલ્ટીવિટામીન્સ, એન્ટીઓક્સિડેન્ટ્સમાં 10થી વધુ ન્યૂટ્રા પ્રોડક્ટ્સ રજૂ કરવાની અને ધીરેધીરે વિસ્તરણ કરવાની યોજના બનાવી છે.
કોવિડ મહામારીએ પ્રિવેન્ટિવ હેલ્થકેર, આરોગ્ય તથા સ્વાસ્થ્ય જાગૃતિ પર નવેસરથી વધુ ધ્યાન આપવા સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ન્યૂટ્રાસ્યૂટિકલ્સ ઉદ્યોગના જબરદસ્ત વિકાસમાં અગ્રીમ ભૂમિકા ભજવી છે.
આ અંગે વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે મહામારીએ લોકોને રોજબરોજની રોગપ્રતિકારક શક્તિ, આરોગ્ય અને પોષણ પર વધુ ધ્યાન આપવા મજબૂર કર્યા છે જે અગાઉ જોવા મળ્યું નથી. આયુર્વેદ, નેચરલ અને હર્બલ પ્રોડક્ટ્સ પરનો વિશ્વાસ તથા સ્વીકૃતિમાં ઘણો વધારો થયો છે અને હર્બલ સપ્લીમેન્ટ્સનું માર્કેટ નોંધપાત્ર વધ્યું છે.
વાસુ ન્યૂટ્રાને ચાર દાયકાના આયુર્વેદ બિઝનેસમાં રહેવાનો અને ડીએસઆઈઆર સર્ટિફાઈડ અત્યાધુનિક આરએન્ડડી સુવિધાનો સમૃદ્ધ વારસાનો લાભ મળશે. કંપની બોન હેલ્થ, યુટીઆઈ કેર, પીડિયાટ્રિક અને વિમેન કેરમાં ઈમ્યૂનિટી બૂસ્ટર, મલ્ટીવિટામીન્સ તથા એન્ટીઓક્સિડેન્ટ સહિતની પ્લાન્ટ બેઝ્ડ હર્બલ ન્યૂટ્રાસ્યૂટિકલ્સ રેન્જ રજૂ કરવા માંગે છે.
વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી સાગર પટેલે જણાવ્યું હતું કે ઝડપથી બદલાતી જીવનશૈલીના લીધે રોજિંદા આહારમાં ખૂટતા પોષણને સરભર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા ન્યૂટ્રાસ્યૂટિકલ્સને ઝડપી સ્વીકૃતિ મળી રહી છે તથા તે ભારતીય હેલ્થકેર માર્કેટમાં સ્થાન જમાવી ચૂક્યા છે.
કંપનીની ન્યૂટ્રાસ્યૂટિકલ્સ રેન્જ નેટમેડ્સ, 1એમજી સહિતની તમામ અગ્રણી ઈ-કોમર્સ પોર્ટલ્સ તથા વાસુ સ્ટોરની મોબાઈલ એપ અને વેબસાઈટ પરથી ઉપરાંત પ્રિસ્ક્રીપ્શનથી પણ ઉપલબ્ધ થશે. અમારી આરએન્ડડી ટીમ નોવેલ ડ્રગ ડિલિવરી સિસ્ટમ થકી ટીબી, ડાયાબિટીસ, તણાવ, હૃદયરોગ, આંતરડાની બીમારીઓ વગેરે જેવા સેગમેન્ટ્સ પર કામ કરી રહી છે. આ પરાંત અમે ઓરલ હેલ્થકેર સહિતની સ્કીનકેર રેન્જ અને પર્સનલ હાઈજિન પોર્ટફોલિયોને પણ વિસ્તારી રહ્યા છીએ.
1980માં સ્થપાયેલી વાસુ હેલ્થકેર આયુર્વેદિક થેરાપ્યુટિક ફોર્મ્યૂલેશન્સ, હર્બલ કોસ્મેટિક્સ, પર્સનલ કેર અને ન્યૂટ્રિશનલ સપ્લીમેન્ટ્સમાં ભારતની અગ્રણી બ્રાન્ડ છે. કંપની પોતાને વિજ્ઞાન આધારિત હેડ-ટુ-હીલ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનું વિઝન ધરાવે છે.
બ્રાન્ડ વાસુએ તેની ગુણવત્તા અને ઈનોવેટિવ રેન્જની પ્રોડક્ટ્સના લીધે વિશ્વભરમાં વિશ્વસનીયતા અને નામના મેળવી છે. કંપની મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા, સીઆઈએસ, યુકે, લેટિન અમેરિકાના દેશો સહિત 50થી વધુ દેશોમાં હાલ નિકાસ કરે છે.