વિશ્વમાં સુખ-સમૃદ્ધિ વધ્યા પણ ૮૬ ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના
નવીદિલ્હી, આ દુનિયાના ૮૬ ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના માનવ સુરક્ષા પર જાહેર તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે દર સાતમાંથી છ લોકો અસુરક્ષાની લાગણી અનુભવે છે.
રિપોર્ટ અનુસાર ભલે લોકો સરેરાશ લાંબુ, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન પ્રશ્ન રહયા હોય પરંતુ કોરોના મહામારી અને અનેક દેશોમાં રસી ખુબ જ આસાનીથી ઉપલબ્ધ થવા છતા સતત બીજા વર્ષે વૈશ્વિક જીવન પ્રત્યે અપેક્ષામાં ઘટાડો થયો છે. કાર્બન ઉત્સર્જનમાં કપાત નિશ્ચિત કર્યા પછી પણ સદીના અંત સુધી તાપમાનમાં પરીવર્તનથી ચાર કરોડના મોતની આશંકા છે.
અભ્યાસમાં કેટલાક એવા મોટા ખતરાની તપાસ કરવામાં આવેલ જે હાલના વર્ષોમાં ચિંતાજનક રહી. એમાં ડિઝીટલ કિનિક, વિષમતા, હિંસક, સંઘર્ષ, કોરોના મહામારીથી પેદા થયેલા પડકારો અને તેના નિકાલમાં સ્વાસ્થય સિસ્ટમની ક્ષમતા જેવા ખતરાઓ સામેલ છે. યુએનડીસીના પ્રશાસક અચિમ સ્ટેનરે જણાવ્યું હતું કે, વૈશ્વિક ધન પહેલા કરતા વધુ હોવા છતા પણ લોકો ભવિષ્યને લઇને આશકિત છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, અમીર દેશોમાં છેલ્લા ૧૦ વર્ષની તુલનામાં લોકો જીવનને લઇને વધુ અસુરક્ષા અનુભવે છે. જે દેશોમાં લોકો બહેતર સ્વાસ્થય સમૃદ્ધિ અને શિક્ષણના ઉચ્ચતમ ધોરણોથી લાભાન્વિત થયા છે. તેઓ પણ બેચેનીથી ઘેરાયેલા છે. રિપોર્ટમાં પ્રગતિના માપદંડોને પુનઃ નિર્ધારિત કરવા પર જાેર અપાયું છે.HS