કોરોનાના કેસ ઘટતા જ કોર્પોરેટ કંપનીઓમાં ‘ઓફલાઈન’ કામની શરૂઆત
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, છેલ્લા બે વર્ષ જેટલા સમયથી માનવીના જીવનમાં ‘ચડતી-પડતી’ જાેવા મળી રહી છે. કોરોનાને કારણે સૌ કોઈએ સહન કર્યુ છે. ધંધાદારી હોય કે નોકરીયાત વર્ગ. તમામને આર્થિક-શારીરિક માનસિક કષ્ટ સહન કરવાનો વારો આવ્યો છે. તેમાંય કોરોનાના અલગ અલગ વેરિયન્ટને લીધે તો કેસો વધતા ઓફ લાઈનની જગ્યાએ ‘ઓનલાઈન’ કામ કરવાની પધધ્તિ સરકારી અને ખાનગી ક્ષેત્રે જાેવા મળી હતી.
છેલ્લે ઓમિક્રોનને કારણે સ્થીતિ થોડી ઘેરી બની હતી. પરંતુ કેસોમાં નોુધપાત્ર પ્રમાણમાં ઘટાડો થતાં વાતાવરણ ચાર્જ થયુ છે. લોકો તકેદારીની સાથે પોતાના કામકાજ પર ચડી ગયા છે.
ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ પુનઃ ઓફ લાઈન કામગીરીમાં જાેડાઈ ગયા છે. લગભગ મોટાભાગની કંપનીઓએ ‘ઓફલાઈનુ કામગીરીને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઈટી કંપનીઓએ પોતાના સ્ટાફને ઓફલાઈન કામગીરીમાં ઓફિસે બોલાવવાનો પ્રારંભ કર્યો છે. સંભવ છે કે તેમાં સ્ટાફને ‘ઓલ્ટરનેટ બોલાવવામાં આવતા હોઈ શકે છે. જાે કે લાંબા સમય સુધી ‘ઓન લાઈન’ કામગીરીને લીધે કંપનીનો સ્ટાફ કંટાળ્યો હતો. સ્વાભાવિક છે કે કામના સ્થળે અને ઘરેથી કામ કરવામાં અંતર રહે છે.
ઓનલાઈન કામ કરવામાં આર્થિક બચત અને સમયની બચત થતી નહતી. પરંતુ કામનો બોજાે વધી જતો હોવાની ફરીયાદો પણ ઉઠતી જાેવા મળી હતી. હવે પાછા ટ્રેક પર આવવાનો સમય શરૂ થઈ ગયો છે. લગભગ મોટાભાગની કંપનીઓમાં ઓફલાઈન કામગીરી શરૂ થઈ ગઈ છે. તેની સાથે કોરોનાની ગાઈડલાઈન સંદર્ભમાં કડક અમલ પણ થઈ રહ્યો છે. કોર્પોરેટ કંપનીઓમાં પહેલેથી જ ‘કોરોનાની ગાઈડ લાઈનના મામલે ઢીલાશ વર્તવામાં આવતી નથી.
તકેદારીના પગલાં લેવાતા હોવાથી ‘સ્ટાફ’ ઓફ લાઈન માટે તૈયાર થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં એસ.જી.હાઈવે, સી.જી. રોડ, પ્રહ્લાદનગર, થલતેજ, સિંધુ ભવન સહિતના વિસ્તારોમાં કોર્પોરેટ કંપનીઓની ઓફિસો આવેલી છે. કોર્પોરેટ કંપનીઓમાં સ્ટાફના આગમનથી વાતાવરણ જાણે કે જીવંત બની ગયુ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.