શાસ્ત્રીનગરથી પ્રગતિનગરના માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા કોઈ નવી વાત નથી. ઓફિસના અને છૂટવાના સમયે દરેક ચારરસ્તા પર ટ્રાફીક જામ થાય છે. ખાસ તો જ્યાં ઓવરબ્રિજ કે અન્ય કામગીરી થઈ રહી છે ત્યાં ટ્રાફિક માથાના દુઃખાવા સમાન બની જાય છે.
વળી, ટ્રાફિકના નિયમોનુ પાલન કરવામાં વાહનચાલકો ઉણા ઉતર છે. શાસ્ત્રીનગર બીઆરટીએસ રૂટના માર્ગ ઉપર ઓવરબ્રીજની કામગીરી ચાલતી હોવાથી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે.
વાહનચાલકો સિગ્નલના નીતિ-નિયમોનું પાલન કરે છે પરંતુ તેમાં જાે એકાદ-બે વાહનચાલકો આડેધડ વાહન ઘુસાડી દે એટલે ચક્કાજામની સ્થિતિ સર્જાય છે. સિગ્નલોનુૃં ચલણ વધતા ટ્રાફિક પોલીસને જાણે કે આરામનો સમય મળી ગયો હોય તેમ સાઈડમાં કે ચારરસ્તાથી દુર જઈને બેસીને સતત મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા હોય છે. એકાદ-બે જુનિયર એલઆરડી ના જવાનો કામ કરતા નજરે પડે છે. શાસ્ત્રીનગર ખાંઉગલી પાસે વારંવાર ટ્રાફિક અટવાય છે. પણ અહીંયા સાંજના સમયે કોઈ જ નજરે પડતુ નથી.
પલ્લવથી શાસ્ત્રીનગર ટ્રાફિકથી સતત ધમધમતો માર્ગ છે. ચારે તરફથી ટ્રાફિક આવતો હોવાથી સાંજના સમયે તો ચક્કાજામના દ્રષ્યો સર્જાય છે. શાસ્ત્રીનગર-પ્રગતિનગર વાળા માર્ગ ઉપર કામ ચાલતુ હોવાને કારણે આ તમાામ સ્થળોએ ટ્રાફિક પોલીસ વધારે સતર્ક રહે એ જરૂરી છે. પરંતુ મોટે ભાગે એવા દ્રષ્યો જાેવા મળતા નથી. સિગ્નલોને કારણે ટ્રાફિક પોલીસની જવાબદારી ભલે હળવી થઈ હોય પણ ઓછી થઈ નથી એ સમજવું જરૂરી છે.