શાહપુરમાં ૩૦૦૦ ‘ઈ-શ્રમકાર્ડ’ની ફાળવણી
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, સામાન્ય-મધ્યમવર્ગ તથા શ્રમિક વર્ગ માટે આશિર્વાદ રૂપ સમાન ઈ-શ્રમ કાર્ડ યોજનાને પ્રજા સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભાજપના કાર્યકરો આગેવાનોએ શરૂ કરી દીધુ છે. માત્ર રાજકીય આગેવાનો જ નહીં અમદાવાદના કોટ વિસ્તારમાં તો વેપારી એસોસીએશનો પણ ઈ-શ્રમ કાર્ડ શ્રમિકોને મળી રહે એ માટે મેદાનમાં આવ્યા છે. શાહપુર વિસ્તારમાં ‘ઈ-શ્રમ કાર્ડ ની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.
શાહપુર વિસ્તાર અંતર્ગત શ્રમિકોની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં છે. શાહપુર વિસ્તારના ભાજપના અગ્રણી કૌશિક જૈનના જણાવ્યા અનુસાર શાહપુર વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે ૩૦૦૦ જેટલા કારીગરોને ઈ-શ્રમ કાર્ડની ફાળવણી કરવામાં આવી છે. તેના માટે ૧૮ થી પ૯ વર્ષની ઉંમર હોવી જરૂરી છે. શ્રમિકો માટે આ કાર્ડ ખુબ જ ઉપયોગી છે. જેને કારણે તેને સ્વાસ્થ્ય સંબંધી સરકારી લાભાલાભ મળી શકે છે. હાલમાં ‘ઈ-શ્રમ કાર્ડ’ની ફાળવણીની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે.