જીવદયા પ્રેમી ખત્રી યુવાન સ્વખર્ચે મૂંગા પશુ-પક્ષીઓની રાત-દિવસ સેવાચાકરી કરે છે
અબોલ જીવોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર પાલનપુરના યુવાને માનવતા મહેંકાવી
પાલનપુર, આજના કળયુગમાં સ્વાર્થ વગર કંઈ કામ થતું નથી પરંતુ આ કળયુગમાં એવા પણ વ્યક્તિઓ છે જેઓની સેવા-ચાકરીના કારણે આજે માનવતા મહેંકી ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં રહેતા જામનદાસ ખત્રીના પુત્ર ઠાકોરદાસ ખત્રી જેઓ કોલેજ કમ્પાઉન્ડ પાલનપુર ખાતે તેમની પત્ની અને પુત્ર સાથે રહે છે.
સીમલા વિસ્તારમાં બૂટ-ચપ્પલની દુકાન પોતે વેપાર કરે છે. જેમને ગુરુ સ્વામી લીલાશાહ મહારાજની જેમ સેવાના કામોની કરવાની પ્રેરણા મળી છે.
ઠાકોરદાસ ખત્રી નામના સેવાભાવી યુવાનને પક્ષી-પ્રાણીઓની સેવા કરવાની એક આદત પડી ગઈ છે. પિતા જામનદાસ ખત્રીની આંગળી પકડી ઘાયલ પક્ષી, પ્રાણીઓ પાસે લઈ જઈને તેમને આ જીવોની મદદ કરવા તૈયાર કરતાં જીવનનો મુખ્ય લક્ષ્ય બની ગયું છે.
ઠાકોરદાસ દિવસેને દિવસે મોટા થતા ગયા અને આ અબોલ મૂંગા પક્ષી, પ્રાણીઓની સેવામાં જ જીવનના દિવસો નિર્ણય બનાવી પાલનપુર શહેરમાં ચાર-પાંચ વર્ષ કરતા વધુ સમય તેઓના નાના-મોટા પક્ષી, પ્રાણીઓના જીવ જાેખમમાં હોય ત્યારે તેમની વ્હારે આવીને સેવાકીય શરૂ કરી હતી.
તેમના જીવનમાં અમુક દિવસો શ્યામા અર્પણ કરી માનવતા મહેકાવી રહ્યા છે. પોતાના સ્વખર્ચે રાત-દિવસ પક્ષી પ્રાણીઓની સેવાની કામગીરી કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સીમલા ગેટ પર સ્વામી લીલાશાહ પાણીની પરબ ગરમીમાં ઠંડુ પાણી આપવું,
ઉનાળામાં પાણીના કુંડા, ચકલી ઘર અને બસ એટલું જ નહિ તેઓ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો અને બાળકોને ચપ્પલ, બિસ્કીટ, ચોકલેટ, કપડાં, સ્વેટર, ધાબળા વિતરણ કરતા હોય છે તથા કોરોના મહામારીની કઠિન પરિસ્થિતિથી લઈને અત્યાર સુધી અનેક લોકો સુધી માસ્ક અને કરિયાણા કીટ પણ પહોંચતી કરી છે
તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટ, માસ્ક પણ વિતરણ કરી પ્રેરણારૂપ બન્યા છે તે બદલ જીવદયા પ્રેમી ઠાકોરદાસને ખત્રી પ્રેરણામૂર્તિ પણ કહી શકાય છે તેઓની કામગીરી જાેતા અનેક સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલું છે.