Western Times News

Gujarati News

પાણીને લઇને જનજાગૃતિ માટે ‘અટલ ભૂજળ યોજના’ના ૩૬ તાલુકામાં ટેબ્લો રવાના કરાયા

(પ્રતિનિધિ) ગાંધીનગર, ‘ જળ એ જ જીવન’ની યુક્તિ ત્યારેજ સાર્થક થાય કે જ્યારે પાણીના ટીપે ટીપાંનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ આપણે પાણીના વપરાશમાં ઘટાડો થાય અને પાણીના સંગ્રહમાં વધારો થાય તેવા ઉપાયો અપનાવીએ વિશ્વ બેંકના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા અટલ ભૂજળ યોજના અમલમાં મુકેલ છે આ યોજનાની લઈને મંત્રી ઋષિકેષ પટેલ દ્વારા ૩૬ તાલુકામાં ટેબ્લો રવાના કરવામાં આવ્યા.

હા યોજનાનો મુખ્ય હેતુ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન ને ઉત્તેજન આપવા અને ભૂગર્ભજળ ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જન કરવાનો છે ભારત સરકાર કુલ રૂ. ૬૦૦૦ કરોડ જુદા જુદા રાજ્યોને આપશે જે પૈકી ગુજરાત રાજ્ય ને કુલ રૂ. ૭૪૧.૨૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે

આ યોજના ભારતના સાત રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે ગુજરાતના ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને કચ્છ એમ કુલ છ જિલ્લાઓ ના ૩૬ તાલુકાઓના ૨૨૫૨ ગામડાઓમાં અટલ ભૂજળ યોજના અમલમાં મૂકવામાં આવી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.