ધનસુરા તાલુકાના લાખણેચી માતાજીના મંદિરે રબારી સમાજના વેબપોર્ટલનું ઉદ્ઘાટન
ધનસુરા, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ રબારી સમાજના કુળદેવી મંદિરના લાખણેચી માતાજીના મંદિર ખાતે વેબપોર્ટલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શ્રી લાખણેચી માતાજી લાધીયાધરા મંદિર ખાતે રબારી સમાજના પ્રથમ વેબપોર્ટલનું વચ્ર્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમરતભાઈ પ્રભાતભાઈ કનોડા વાળાની પહેલ થકી સમાજની દીકરી પીનલબેન દેસાઈ દ્વારા આ વેબપોર્ટલ બનાવવામાં આવ્યું હતું તો લાખણેચી માતાજીના ઈતિહાસની માહિતી રાજુભાઈ સુરપુરા એ તૈયાર કરી હતી અને ઘાંઘળ ગ્રંથ બુક વિજયભાઈ દેત્રોજ આમ સહુના સહકારથી આ કાર્ય કરવામાં આવ્યું હતું
આ પોર્ટલમાં સમાજનો ઈતિહાસ, મંદિરના કાર્યક્રમની અગાઉથી જાણકારી, મંદિરના કોન્ટેક્ટની વિગત આ ઉપરાંત મંદિરના સમયની વિગત આગળના સમયમાં લાઈવ દર્શન પણ શરૂ કરવામાં આવશે આ તમામ બાબતોથી રબારી સમાજના લોકો ઘેર બેઠા તમામ વિગતો મેળવી શકશે
આ કાર્યક્રમમાં લાખણેચી ઘાંઘળ રબારી સેવા સમાજ ટ્રસ્ટ લાખીયાધરાના પ્રમુખ સાગરભાઈ દેસાઈ અને કાનજીભાઈ સુરપુરા અને ટ્રસ્ટીઓની સભા પણ મળી હતી જેમાં ટ્રસ્ટના કામકાજની ચર્ચા કરવામાં આવી હતી સાથે દેસાઈ મગનભાઈ ચેલાભાઈ આસેડા સુરત (ડુમસ)લાખણેચી પરિવાર ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી
તથા બીજા બે ટ્રસ્ટીઓ શ્રી દેસાઈ સહદેવભાઈ જીવરાજભાઈ (બોરીયાવી) તથા દેસાઈ કાનજીભાઈ માલજીભાઈ સુરપુરાને ટ્રસ્ટી ગણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ તથા તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગેમરભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ (ધનસુરા), અમિતભાઈ દેસાઈ (ધનસુરા) સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શંભુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.