ભારતીય સુપરહિરો શક્તિમાન પર આવશે ફિલ્મ
મુંબઇ, ટીવી પર ૧૯૯૦ના દાયકામાં હિટ રહેલો સુપરહીરો શૉ શક્તિમાન પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. જ્યાં એકબાજુ દુનિયામાં અમેરિકન સુપરહિરો ફિલ્મો હિટ જઈ રહી છે ત્યારે હવે ભારતીય સુપરહિરો શક્તિમાન હવે ફિલ્મી પડદે જાેવા મળશે.
વાત જાણે એમ છે કે સોની પિક્ચર્સે મોટી જાહેરાત કરી છે અને હવે તેઓ શક્તિમાન સુપરહિરોને ફિલ્મીરૂપે લાવશે. સોની ટીવીએ સોશિયલ મીડિયા પર શક્તિમાન ફિલ્મ સાથે જાેડાયેલી એક વિડીયો ક્લિપ શેર કરી છે. જેમાં ભારતીય સુપરહિરો શક્તિમાનનો ચહેરો દેખાડાયો નથી.
સોશિયલ મીડિયામાં શેર કરાયેલી આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે ભારત અને દુનિયામાં અમારી ઘણી સુપરહિરો ફિલ્મ્સની સફળતા બાદ હવે સમય આવી ગયો છે ભારતીય સુપરહિરોની ફિલ્મનો.
હવે જાેવાનું એ છે કે શક્તિમાન આધારિત ફિલ્મમાં શક્તિમાનના પાત્રમાં કયો એક્ટર જાેવા મળશે? આ પોસ્ટમાં આગળ એવું પણ લખવામાં આવ્યું છે કે સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ પ્રોડક્શન્સ શક્તિમાનને લાવવા માટે પૂરી રીતે તૈયાર છે અને આઈકોનિક સુપરહિરો શક્તિમાનના જાદુને ફરી વખત તૈયાર કરાશે.
આ ફિલ્મ Brewing Thoughts Private Limited અને મુકેશ ખન્નાના ભીષ્મ ઈન્ટરનેશનલના સહયોગથી બનાવવામાં આવી રહી છે. એવું પણ જણાવાયું છે કે શક્તિમાનની આ ફિલ્મ સાથે જાેડાયેલી વિગતો જલદી જ સામે આવશે. એવું પણ જણાવાઈ રહ્યું છે કે શક્તિમાનની આ ફિલ્મને ૩ પાર્ટમાં તૈયાર કરાશે અને તેનું ડિરેક્શન ટોચના ડિરેક્ટર કરશે. ઘણાં સમયથી આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી હતી.
અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારીના કારણે ૨૦૨૦માં લાગુ લૉકડાઉન દરમિયાન ટીવી શૉ ‘શક્તિમાન’ ફરીથી દેખાડાયો હતો. કોરોના વાયરસના પગલે ૨૧ દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ટીવી પર ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સીરિયલનું ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ બન્ને સીરિયલના પ્રસારણ પછી સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા શક્તિમાન અને અન્ય સીરિયલ પ્રસારિત કરવાની પણ માગણી ઉઠી હતી. દૂરદર્શન પર ‘શક્તિમાન’ અને ‘શ્રીમાન શ્રીમતી’ સાથે અન્ય સીરિયલ્સ પણ દર્શાવવામાં આવી હતી.SSS