શેરબજાર ખુલતાની સાથે ધડામ, સેન્સેકસમાં ૬૫૦ પોઇન્ટનો કડાકો

મુંબઇ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ હંગામો મચી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ટ્રેડિંગમાં સતત વૃદ્ધિ પર બ્રેક લાગી હતી. બીએસઈ સેન્સેક્સ કારોબારની શરૂઆતમાં ૬૫૦ પોઈન્ટ ઘટીને ૫૮,૨૭૫ના સ્તરે ખુલ્યો હતો. એ જ રીતે એનએસઇનો નિફ્ટી ઈન્ડેક્સ પણ ૧૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭,૪૧૩ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો હતો.
આ પહેલા ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એનપીસી બેઠકના પરિણામોની જાહેરાત બાદ શેરબજારમાં ઉછાળો આવ્યો હતો અને આ તેજી ટ્રેડિંગના અંત સુધી ચાલુ રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો વાળો સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટના વધારા સાથે ૫૮,૯૨૬ પર બંધ થયો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ ૧૪૨ પોઈન્ટનો મજબૂત ઉછાળો લઈને ૧૭,૬૦૬ના સ્તરે બંધ થયો હતો.
ઉલ્લેખનીય છે કે બેન્કિંગ સેક્ટરના શેરોમાં જાેરદાર વૃદ્ધિ જાેવા મળી રહી છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૮ શેરો લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે માત્ર ૨ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો હતો. સૌથી વધુ ફાયદો પાવર ગ્રીડનો શેર છે, જે ૨.૦૩ ટકાના વધારા સાથે રૂ. ૨૧૩ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ઘટતો શેર મારુતિ સુઝુકીનો છે જે ૦.૬૨ ટકાના ઘટાડા સાથે રૂ. ૮૯૦૫ પર ટ્રેડ કરી રહ્યો છે.HS