Western Times News

Gujarati News

ટ્રમ્પ પર ઓફિસમાં હતા ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડવાનો અને ફ્લશ કરવાનો આરોપ

વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક એવું કર્યું કે વ્હાઈટ હાઉસનું જ ટોઈલેટ જામ થઈ ગયું હતું. હવે તે બાબતને લઈને હોબાળો મચી ગયો છે અને ટ્રમ્પ સામે તપાસની માંગ થઈ રહી છે. વાસ્તવમાં ટ્રમ્પ પર ઓફિસમાં હતા ત્યારે સત્તાવાર દસ્તાવેજાે ફાડવાનો અને ફ્લશ કરવાનો આરોપ છે. તેમણે એટલા બધા પેપર્સ ફ્લશ કર્યા કે એક વખત વ્હાઇટ હાઉસનું ટોઇલેટ જામ થઈ ગયું હતું.

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ઘણી વખત પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ આ વખતે મામલો પ્રેસિડેંશિયલ રેકોર્ડ સંભાળનાર નેશનલ આર્કાઈવ સાથે જાેડાયેલો છે. હવે નેશનલ આર્કાઈવ ઈચ્છે છે કે પૂર્વ રાષ્ટ્રપતિની બીજા મામલાઓની સાથે પેપર ફાડવાની ટેવની તપાસ કરવામાં આવે. ટ્રમ્પ પર ફ્લોરિડામાં સત્તાવાર દસ્તાવેજાે મોકલવાનો પણ આરોપ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ આર્કાઈવ અનુસાર, રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ વ્હાઈટ હાઉસ છોડતી વખતે ટ્રમ્પ પોતાની સાથે કાગળોથી ભરેલા ૧૫ બોક્સ સાથે લઈને ગયા હતા. તેઓ ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાંથી મળી આવ્યા હતા. આ દસ્તાવેજાેમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જાેંગ ઉન સાથે કરવામાં આવેલ પત્રવ્યવહારનો પણ સમાવેશ થાય છે.

દસ્તાવેજાે સાથે જાેડાયેલા વોટરગેટ કૌભાંડ સામે આવ્યા પછી ૧૯૭૮માં રાષ્ટ્રપતિ રેકોર્ડ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિઓને તમામ ઈમેલ, પત્રો અને અન્ય કાર્યકારી દસ્તાવેજાે નેશનલ આર્કાઈવમાં ટ્રાન્સફર કરવા જરૂરી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેમ ન કર્યું અને આ રીતે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે હવે તેની સામે તપાસની માંગ ઉઠી છે.

‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ની પત્રકાર મેગી હેબરમેને તેના આગામી પુસ્તક ‘કોન્ફિડન્સ મેન’માં આ બાબતને વિસ્તૃત રીતે જણાવી છે. પુસ્તક અનુસાર, વ્હાઇટ હાઉસના સ્ટાફે જાેયું કે કાગળના કારણે ટોઇલેટ ભરાયેલું હતું, ત્યારબાદ એવું માનવામાં આવ્યું કે ટ્રમ્પે દસ્તાવેજાે ફ્લશ કર્યા. જ્યારે, ડોનાલ્ડ ટ્રમ્પે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

તેમણે જણાવ્યું કે, ‘મારા વિશે જે કંઈ બતાવવામાં આવ્યું છે અથવા કહેવામાં આવ્યું છે તે ફેક ન્યૂઝ છે. જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે નેશનલ આર્કાઈવ સાથે મારો ઘણો સારો સંબંધ હતો. અમારી વચ્ચે કોઈ વિવાદ નહોતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.