વેલેન્ટાઈન્સ વીકમાં “હપ્પુ કી પલટન”માં કોમેડી અને રોમાન્સનું રસપ્રદ સંમિશ્રણ માણવા મળશે
આ વેલેન્ટાઈન્સ સીઝનમાં વાતાવરણ પ્રેમમય બન્યું છે ત્યારે &TVના શો ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈ અમુક ઈશ્કવાળા વિશેષ પ્રસંગો લાવી રહી હોવાથી ટેલિવિઝન પર પણ પ્રેમ છવાઈ ગયો છે.
ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની સકિના મિરઝા (આકાંક્ષા શર્મા) કહે છે, “છોટી (ચોટલી) ચોર મહિલાઓ ઊંઘમાં હોય ત્યારે તેમની ચોટલીઓ કાપીને ચોરતી જોવ મળે છે. શાંતિ (ફરહાના ફાતેમા) અને સકિના (આકાંક્ષા શર્મા) પણ ભોગ બને છે.
જોકે અસલ વળાંક ત્યારે આવે છે જ્યારે પારો (સિમરન અવસ્થી) શાંતિ અને સકિનાને માહિતગાર કરે છે કે તેનો પતિ તેને વાળ કપાયેલા હોવા છતાં પ્રેમ કરે છે. શાંતિ અને સકિના તેમના પતિઓ સાથે રોમેન્ટિક બનવા અને વેલેન્ટાઈન્સ ડે ઊજવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે,
પરંતુ મિશ્રા અને મિરઝા તેમની પત્નીઓના નવા લૂકથી અપસેટ છે. શું મિશ્રા અને મિરઝાને તેમની ભૂલનું ભાન થશે અને તેમની પત્નીઓને પ્રેમના આ દિવસે વિશેષ લાગણી કરાવશે??”
હપ્પુ કી ઉલટન પલટનનો હપ્પુ (યોગેશ ત્રિપાઠી) કહે છે, “આ વેલેન્ટાઈન્સ વીકમાં કોમેડી અને રોમાન્સનું રસપ્રદ સંમિશ્રણ માણવા મળશે. બેની અને હપ્પુને એવી જાણ થાય છે કે પોલીસ અધિકારીઓને ફરજ દરમિયાન ઈજા થાય તો ભરપાઈ મળશે ત્યારે તેઓ નકલી ગુંડા દ્વારા હપ્પુની પિટાઈ કરવાની અને નાણાંનો દાવો કરવાની યોજના બનાવે છે.
જકે કમિશનર એવું કહે છે કે તેની પિટાઈ ખરેખર થઈ છે કે નહીં તે તપાસવા માટે પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારી આવશે ત્યારે નવો વળાંક આવે છે. હપ્પુ અને તેનો પરિવાર મોટી મુસીબતમાં સપડાઈ જાય છે. જોકે આ બધી મુસીબત વચ્ચે હપ્પુ રાજેશ (કામના પાઠક) માટે ફૂલ લાવે છે અને તેને અને તેના પરિવારને ટેકો આપવા માટે તેને શુભેચ્છા આપે છે.”
ભાભીજી ઘર પર હૈનો તિવારી (રોહિતાશ ગૌર) આ રોમેન્ટિક મોસમમાં શાયર બની જાય છે. તે કહે છે, “મને અસલ જીવનમાં પણ શાયરી લખવાનું ગમે છે, પરંતુ આગામી વાર્તામાં મારું પાત્ર તિવારી તેની શાયરી સાથે અનિતા (નેહા પેંડસે)ને આકર્ષિત કરવામાં નિષ્ફળ જાય છે. અનિતા જણાવે છે કે સારી શાયરી લખવા માટે દર્દ મહેસૂસ કરવું પડે છે.
આ ધ્યાનમાં લેતાં તિવારી પોતાનું અપમાન થઈને દર્દ પહોંચ તે માટે ટિલ્લુ અને મલખાનનું અપમાન કરે છે અને પછી શાયરી લખવા સમુદ્રકિનારે જાયછે. આ વખતે અનિતાને તેની શાયરી એટલી ગમે છે કે તે પ્રકાશકને આપવાનું નક્કી કરે છે.
દરમિયાન વિભૂતિ તિવારીજીની થઈ રહેલી સરાહનાથી ઈર્ષા પામે છે. હવે તે પણ શાયરી લખવાનો પ્રયાસ કરે છે. આ બધા વચ્ચે તિવારી અને અંગૂરી (શુભાંગી અત્રે) અત્યંત મીઠા અને રોમેન્ટિક સીન્સ શેર કરે છે.”