Western Times News

Gujarati News

૩ જાણીતા બિલ્ડર જૂથ પર આવકવેરાના દરોડા,૫૦૦ કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આયકર વિભાગના દરોડા નામાંકિત બિલ્ડર્સના ત્યા પડી રહ્યા છે, રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં પણ ૩ જાણીતા બિલ્ડર જૂથ પર આયકર વિભાગના દરોડા પડ્યા છે.

હાલ તેમની ઓફિસ સહિત રહેઠાણ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધી ૫૦૦ કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા છે. હાલ સમગ્ર બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદના ૩ જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના ૧૫૦ અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને ૨૦ બેંક લોકર સીલ કરવામાં આવ્યા. તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો છે. IT અધિકારીઓને ૫૦૦ કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યાં છે.

આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા.

આ બિલ્ડર જૂથો અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમ બનાવી કરોડો કમાવા છતાં સરકારને ટેક્સ ચુકવતા ન હતા. મોટાભાગના ગ્રાહકો પાસેથી ૯૦ ટકા રકમ રોકડ લઈને ૧૦ ટકા રકમના જ દસ્તાવેજ બનાવતા હતા. શિવાલિક બિલ્ડરમાં તો કેટલાક આઇએએસ અધિકારીઓનું પણ બેનામી રોકાણ હોવાની ચર્ચા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.