બીજી લહેરમાં ભોગ બનેલા ઉપર આ ગંભીર બિમારીનું વધુ જાેખમ
તમામ લોકો અત્યાર સુધી છાતીમાં બળતરા, હાર્ટ એટેક અને ધબકારા વધવા જેવી પરેશાની સામે ઝઝૂમી રહ્યા છે
નવી દિલ્હી, ગયા વર્ષે કોરોનાનો ભોગ બનેલા લોકોમાં એક વર્ષ વીત્યા બાદ પણ હાર્ટ સંબંધિત બીમારીનું ગંભીર જાેખમ બનેલુ છે. એક નવી સ્ટડી અનુસાર કોરોનાની બીજી લહેરમાં આ મહામારીની ચપેટમાં આવનાર તમામ લોકો અત્યાર સુધી છાતીમાં બળતરા, હાર્ટ એટેક અને ધબકારા વધવા જેવી પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યા છે.
અમેરિકામાં થયેલી સ્ટડી જણાવે છે કે હાર્ટ સંબંધિત બીમારીનુ જાેખમ એવા લોકોમાં પણ છે, જેમણે ત્યારે કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ આવી નહીં. આ સ્ટડી સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત થઈ છે.
મેદાંતા હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગના અધ્યક્ષ ડો.આર.આર. કાસલીવાલ જણાવે છે કે કોવિડથી દર્દીઓમાં સાઈટોકીનનુ સ્તર વધી જાય છે, જે દિલ પર અસર નાખે છે પરંતુ અમે એ વાત નિશ્ચિત રીતે કહી શકીએ નહીં કે લોન્ગ કોવિડના લક્ષણ ક્યારે અને કેવી રીતે પ્રભાવિત કરશે.
આ ત્રણ મહિના, છ મહિના અને વર્ષ બાદ પણ સામે આવી શકે છે. તેઓ કહે છે કે ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી કોમૉર્બિડિટીઝથી પીડિત લોકોમાં તો આ જાેખણ વધારે છે જ પરંતુ ઘણાથી બાકી લોકો પણ મહિના વિત્યા છતાં હાર્ટ બ્લોકેઝ, ધબકારા વધવા અને હાર્ટની બીજી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગયા વર્ષે એપ્રિલ-મે માં કોવિડનો શિકાર થયા હતા અને અત્યાર સુધી લોંગ કોવિડ સાથે ઝઝૂમી રહ્યા છે. એવા લોકોમાં હાર્ટ સંબંધિત માંસપેશીઓમાં બળતરા, હાર્ટના ડાબા ભાગમાં ડેમેજ અને હાર્ટ એટેક સુધી જાેવા મળી રહ્યા છે. સામાન્ય રીતે હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે હાર્ટની નસો બ્લોક થઈ જાય છે અથવા માંસપેશીઓ કમજાેર પડી જાય છે પરંતુ લોંગ કોવિડના દર્દીઓને આ કારણો વિના પણ હાર્ટ એટેક આવી રહ્યા છે.