ગાંધીનગર ખાતે ‘સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર’નો શુભારંભ
રાજ્યભરમાં મહિલા-બાળ વિકાસની વિવિધ યોજનાઓ, કામગીરી અને પ્રગતિનું જીવંત મોનીટરીંગ કરાશે
મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી તેમજ પ્રગતિ ઉપર દેખરેખ રાખવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના (Gujarat State CM Vijay Rupani) હસ્તે મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, બ્લોક-૨૦, ડૉ. જીવરાજ મહેતા, ગાંધીનગર Gandhinagar ખાતે ‘સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર’નો (State Management Centre) શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં કુલ ૧૬ સ્ટેટ ડેસ્ક ઓપરેટર (16 Desk Operator) હશે. તેમને ફાળવવામાં આવેલ જિલ્લા મુજબ કામગીરીનું વીડિયો વોલના માધ્યમથી મોનીટરીંગ કરશે તેમજ જિલ્લા કક્ષાએ પીઓને સંપર્ક કરીને જરૂરી સુચના અપાશે તેમજ માહિતી મેળવશે. સ્ટેટ ડેસ્ક ઓપરેટર ICDS-CAS સ્માર્ટ ફોનના લોન્ચીંગમાં મદદરૂપ થશે.
આ નવિન સન્ટરમાં આંગણવાડી કાર્યકર, તેડાગરની દૈનિક હાજરી તેમજ મુખ્ય સેવિકાની દૈનિક હાજરી ઉપર દેખરેખ રાખશે. આ સેન્ટર થકી ICDS-CASના અમલીકરણ માટે વધુ સરળતા રહેશે. આંગણવાડીમાં લાભાર્થીઓની દૈનિક હાજરીનું તેમજ સેજા, ઘટક અને જિલ્લાની કામગીરીનું ICDS-CAS દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં એક વોલ તૈયાર કરવામાં આવશે જેમાં જિલ્લા, ઘટક, સેજા અને આંગણવાડી મુજબ કામગીરી પર દેખરેખ રાખી શકાશે.
ઉલ્લેખનીય છે કે, દરેક સ્ટેટ ડેસ્ક ઓપરેટર પાસે ૧૫૦ સેજા, ૩૦ ઘટક હશે જેની તેમણે નિયમિત સમયમર્યાદામાં વિગત મેળવવાની રહેશે. અત્રે નોંધનીય છે કે, ICDS-CASને CM-Dashboard સાથે જોડી પોષણને લગતી તમામ અગત્યની કામગીરની દેખરેખ CM-Dashboard દ્વારા રાખવામાં આવી રહી છે.