સિંચાઈના અધિકારીઓ અને પ્રતિનિધિ મંડળ પર પથ્થરમારો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા પાસેથી પસાર થતી ગોમા નદી પર જેતે સમયે રૂ,૨૦ કરોડ ના ખર્ચે ડેમ મંજુર કરેલ હતો પરંતુ જે ડેમ ની યોજના ખોરંભે પડેલ હોય જે પુનઃ શરૂ કરવાની માંગ સાથે તાજેતરમાં ખેડૂતો અને કાલોલ તાલુકાના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જે બાદ આજે પાનમ સિંચાઈ અને ગોમા સિંચાઇના અધિકારીઓ સ્થાનિક પ્રતિનિધિ મંડળ ને લઈ જરૂરી ચર્ચા કરવા માટે એક બેઠક નું આયોજન કરી ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે ગયા હતા જે વેળાએ અધિકારીઓ અને પ્રતિનિધિ મંડળ પર શેરપુરા ના ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્ર ના અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિ મંડળ પર પથ્થરમારો કર્યો હતા.
જેમાં પાનમ વર્તુળ ના સુપ્રિટેન્ડ ઈજનેર સહિતના અધિકારીઓ પણ સામેલ હતા ગોમા નદી પર ડેમ નિર્માણમાં શેરપુરા ગામ ડુબાણ માં જતું હોવાથી ગ્રામજનોને આખી યોજનાની માહિતી આપવા ગયા હતા દરમ્યાન ગ્રામજનોએ ઉશ્કેરાઈ પથ્થરમારો કરતા નીરવ પટેલ નામના વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ પહોંચતા
તેને વેજલપુર સીએચસી કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈને દામાવાવ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખીનય છે કે ગોમા ડેમ યોજના અંદાજિત ૬૦ વર્ષ પૂર્વે શરૂ થઇ હતી જે કોઈ કારણસર બંધ થઇ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં શેરપુરા ગામના ગ્રામજનો નો વિરોધ જાેઈ તંત્રના અધિકારીઓને ગામ છોડી દોડવું પડયું હોવાનું જાણવા મળી રહ્યું છે.