અભિનેતા સંજય દત્તે પત્ની માન્યતાના પગ દબાવ્યા
મુંબઈ, એક્ટર સંજય દત્ત અને પત્ની માન્યતા દત્તની ૧૧ ફેબ્રુઆરીએ ૧૪મી વેડિંગ એનિવર્સરી હતી. બોલિવુડનું આ કપલ સુખ-દુઃખમાં હંમેશા એકબીજાની પડખે રહ્યું છે. જીવનની મુશ્કેલીઓને એકસાથે પાર કરી છે. માન્યતા દત્ત સંજયનો સૌથી મોટો ટેકો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
સંજય દત્ત પણ પોતાની પત્નીને ખુશ કરવામાં કે તેની કાળજી લેવામાં પાછી પાની નથી કરતો. સંજય અને માન્યતાએ સુખી લગ્નજીવનનું વધુ એક વર્ષ પૂરું કર્યું છે ત્યારે માન્યતાએ સોશિયલ મીડિયા પર ખાસ વિડીયો શેર કરીને પતિને શુભકામના આપી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માન્યતા દત્તે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં સંજય દત્ત તેને મસાજ આપતો જાેવા મળે છે.
વિડીયોમાં જાેઈ શકો છો કે, સંજય દત્ત માન્યતાના પગમાં મસાજ આપી રહ્યો છે. સંજયે વ્હાઈટ રંગનો ઝભ્ભો-લેંઘો પહેર્યો છે. આ ફૂટ મસાજ આપીને સંજય સુનિશ્ચિત કરવા માગે છે કે પત્નીને આરામ મળી રહે. માન્યતાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “તારી સાથે વિતાવેલા દિવસો સૌથી શ્રેષ્ઠ છે. તું તારા જેવો છે માટે તને પ્રેમ કરું છું. હેપી એનિવર્સરી.
એક કલાકમાં જ માન્યતાએ શેર કરેલા આ વિડીયોને ૪૦ હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેઓ કપલને શુભેચ્છા આપવાની સાથે પત્નીની સેવા કરવા બદલ સંજયના વખાણ કરી રહ્યા છે. એનિવર્સરી પર સંજય દત્તે આગામી ફિલ્મ શમશેરાની રિલીઝ ડેટ જાહેર કરી છે. રણબીર કપૂરના લીડ રોલવાળી આ ફિલ્મ ૨૨ જુલાઈ ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.
સંજય દત્તે ફિલ્મની રિલીઝ ડેટવાળું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મહત્વના રોલમાં દેખાશે. માન્યતા અને સંજય દત્તની વાત કરીએ તો, કપલ તરીકે દુનિયાની સામે આવતાં પહેલા તેઓ ચાર વર્ષ સુધી મિત્રો રહ્યા હતા. તેમણે ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ લગ્ન કર્યા હતા. માન્યતા અને સંજય ટિ્વન્સ બાળકો ઈકરા અને શહરાનના પેરેન્ટ્સ છે.SSS