જાસ્મિન ભસીને ફ્રેેન્ડ પૂર્વા સાથે દુબઈમાં ડિનર લીધું
મુંબઈ, જાસ્મિન ભસીન ટેલિવિઝનની દુનિયાનો જાણીતો ચહેરો છે. હાલ તે દુબઈમાં વેકેશન માણી રહી છે, જ્યાં તે તેના દુબઈ બોયફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહી છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગુરુવારે એન્જાેય કરેલી ક્ષણોની કેટલીક તસવીરો શેર કરી છે.
જાે કે, અલી ગોની અથવા જાસ્મિન ભસીનના ફેન્સને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક્ટ્રેસનો દુબઈ બોયફ્રેન્ડ કોઈ અન્ય નહીં તેની એક્ટ્રેસ-ફ્રેન્ડ પૂર્વા રાણા છે. જાસ્મિન ભસીન અને પૂર્વા રાણા, જેઓ મ્હ્લહ્લ છે તેઓ ગુરુવારે ડિનર માટે ગઈ હતી અને ખૂબ મજા કરી હતી. જાસ્મિન ભસીન બ્લેક અને ગ્રે ડ્રેસમાં સ્ટાઈલિશ લાગી રહી હતી તો તેની ફ્રેન્ડ ઓરેન્જ સૂટ પેન્ટ સેટમાં ગ્લેમરસ લાગતી હતી.
એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જાસ્મિને પૂર્વાને દુબઈ બોયફ્રેન્ડ ગણાવી છે. પૂર્વાએ તેની સ્ટોરીમાં જાસ્મિન ભસીનની ચિમ્પાઝી સાથે પોઝ આપતી તસવીર શેર કરી છે. તો જાસ્મિને તેને રિ-શેર કરી છે અને પૂર્વાને ટેગ કરીને તેને દુબઈ બોયફ્રેન્ડ કહી છે.
આ દરમિયાન તેમણે જાસ્મિન ભસીનના બોયફ્રેન્ડ અલી ગોનીને પણ મિસ કર્યો હતો. જાસ્મિન ભસીન અને અલી ગોનીની વાત કરીએ તો, બિગ બોસ ૧૪માં સાથે ભાગ લીધો હતો. પહેલા તેઓ માત્ર મિત્રો હતા અને ઘરમાં સાથે રહેવા દરમિયાન પ્રેમનો અહેસાસ થયો હતો.
ત્યારથી બંને સાથે છે અને ઘણીવાર લંચ-ડિનર ડેટ પર જતા જાેવા મળે છે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, જાસ્મિ ભસીન હાલ મ્યૂઝિક વીડિયો અને ડિજિટલ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તે પંજાબી ફિલ્મ પણ કરી રહી છે. આ વિશે વાતચીત કરતા જાસ્મિન ભસીને કહ્યું હતું કે, ‘પાત્ર મારા જેવું છે. દિલથી હું ઘરેલુ વ્યક્તિ છું અને આપવામાં માનુ છું, તેથી તે મારી પર્સનાલિટી સાથે મેચ થાય છે. હું પંજાબી સાંભળીને મોટી થઈ છું અને ભાષા સાથે પણ મારું કનેક્શન છે. તેમ છતાં મારે હાર્ડ વર્ક કરવું પડશે.SSS