મેટ્રોમાં ૧૦૩ જગ્યા માટે ભરતીની અંતિમ તારીખ પુરી

ગાંધીનગર, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દ્વારા ૧૦૩ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. મેટ્રોમાં એડિશનલ જનરલ મેનેજર, જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને અન્ય જગ્યા માટે ભરતી બહાર પડી છે.
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ભરતીની અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં ઓનલાઇન જાહેરાત ખાસ વાંચવાની રહેશે.
આ ભરતી પ્રક્રિયામાં સિનિયર ડે.જનરલ મેનેજરની ૦૪, ડે. જનરલ મેનેજર સિવિલની ૦૪, મેનેજર સિવિલની ૧૭, આસિસ્ટન્ટ મેનેજરની ૦૬, જનરલ મેનેજર રોલિંગ સ્ટોકની ૦૨, જનરલ મેનેજર ટ્રેક્શનની ૦૨, જનરલ મેનેજર સિગ્નલિંગની ૨, જનરલ મેનેજર ઈલેક્ટ્રિકલની ૦૧, એડિશનલ જીએમ ૦૧, જેજીએમ ૦૨, જેજીએમ ટ્રેક્શન ૦૧, વગેરે જુદી જુદી શાખામાઓમાં કુલ ૧૦૩ જગ્યા પર ભરતી થઈ રહી છે.
મેટ્રોની ભરતીમાં જુદી જુદી જગ્યાઓ પર કુલ ૧૦૩ પોસ્ટ ભરાશે. દરેક પોસ્ટ મુજબ તેની શૈક્ષણિક લાયકાત છે જેમાં બીઈથી લઈને અને પોસ્ટ મુજબ શૈક્ષણિક યોગ્યતા માંગવામાં આવી છે. ઉમેદવારો જાહેરાત વાંચી અને અરજી કરી શકે છે. ગુજરાત મેટ્રોની આ ભરતી કરાર આધારિત છે. તમામ પોસ્ટ પર ઓનલાઇન અરજી કર્યા પછી યોગ્ય ઉમેદવારોને ભરતી માટે ઈન્ટરવ્યૂ પદ્ધતીથી પસંદ કરવામાં આવશે.
અરજી કરવા માટે ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક પર ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. જેમાં સીવી. પગાર સ્લિપ અને ટેસ્ટિમોનિયલ વગેરે અપલોડ કરવાનું રહેશે. નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૨ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકનો ઉપયોગ કરી અરજી કરી શકે છે.SSS